ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના વાયરસના પ્રકોપથી યૂરોપ ઠપ્પ, ટ્રમ્પે લાંબી લડાઇ માટે કર્યો આગાહ - કોરોના વાયરસની સારવાર

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રોએ નાગરિકોને આદેશ આપ્યો છે કે, તે મંગળવારથી લઇને આવતા 15 દિવસ સુધી ઘરમાં રહે. આ સાથે જ તેમણે કહ્યું કે, બિનજરૂરી યાત્રાઓ અને સામાજિક કાર્યક્રમ પર પ્રતિબંધનો ઉલ્લંઘન કરનારા લોકો વિરૂદ્ધ કાર્યવાહી થશે.

Etv BHarat, Gujarati News, Corona Virus
કોરોના વાયરસના પ્રકોપથી યૂરોપ ઠપ

By

Published : Mar 17, 2020, 3:24 PM IST

વૉશિંગ્ટનઃ કોરોના વાયરસના પ્રકોપને કારણે યૂરોપ દ્વારા પોતાની સીમાઓ સીલ કર્યા બાદ ફ્રાન્સમાં પણ સમગ્ર રીતે અવર-જવર પર પ્રતિબંધ છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા આવનારા સમયમાં લાંબી લડાઇ માટે તૈયારી કરી રહ્યો છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રોએ નાગરિકોને આદેશ આપ્યો કે, મંગળવારથી લઇ 15 દિવસો સુધી ઘરમાં રહે. આ સાથે જ બિન જરૂરી યાાત્રાઓ અને સામાજિક કાર્યક્રમ પર લાગેલા પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મૈક્રોએ કહ્યું કે, યૂરોપીય સંઘની બહારની સીમાઓ મંગળવારથી લઇ આવતા 30 દિવસો સુધી બંધ રહેશે. અત્યાર સુધીમાં 145 દેશોમાં ફેલાઇ ચુકેલા કોરોના વાયરસથી દુનિયાભરમાં મોતના આંકડા સાત હજારને પાર કરી ચૂક્યા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 1,75,530થી વધુ થઇ છે. યૂરોપમાં તેજીથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને કારણે ફ્રાન્સે પણ ઇટલી અને સ્પેનની જેમ પ્રતિબંધ લાગુ કર્યો છે. જે યુદ્ધના સમય ઉપરાંત ક્યારેક જ જોવા મળ્યું હશે.

એક ડઝન દેશોએ પોતાની સીમાઓ સીલ કરવાની સાથે કર્ફ્યુ લગાવ્યા ઉપરાંત મોટા ભાગના સાર્વજનિક કાર્યક્રમને પણ રદ કર્યા છે. સ્પેન અને રુસે સોમવારે જ પોતાની સીમાઓ બંધ કરી હતી, જ્યારે જર્મનીએ અવર-જવરને લઇ ખાસ તકેદરી રાખી છે. આ તરફ ટ્રમ્પે અમેરિકી નાગરિકોને કહ્યું કે, એક સાથે 10થી વધુ લોકોએ એકત્ર થવું નહીં. આ સાથે જ ન્યૂયોર્ક અને રાજધાની વૉશિંગ્ટનમાં કડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

ટ્રમ્પ જનતાને એ સમજાવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કે, તે સંકટનો ઉપાય લઇ આવી રહ્યા છે. તેઓએ જનતાને કહ્યું કે, તે મહામારી વિરૂદ્ધ મહીનો લાંબા ચાલનારા સંઘર્ષ માટે તૈયાર રહે. વધુમાં ટ્રમ્પે સંવાદદતાઓને કહ્યું કે, 'જો અમે ખૂબ સારૂં કામ કરીએ તો પણ લોકો જુલાઇ, ઓગસ્ટ માટે કહી રહ્યા છે.' તેની વચ્ચે વાયરસને કારણે અમેરિકા 'મંદી તરફ' જવાની શક્યતા છે. બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને અમેરિકા તરફથી સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, 'કોવિડ-19 મહામારી એક માનવીય આપતિ છે અને વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ છે, જે વિશ્વ અર્થવ્યવસ્થા માટે પણ મોટું જોખમ છે.' 'આ તરફ વિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુખ ટૈડ્રોસ એડનોમ ગૈબરેયેસસે દરેક સંદિગ્ધ સંક્રમણના કેસની તપાસ કરવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, ચીનમાં ડિસેમ્બરમાં ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં કેટલાક લોકોના જીવ લીધા છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત છે. તેવામાં દરેક સંદિગ્ધ કેસની તપાસ કરવી જરૂરી છે.'

યુરોપમાં સર્વાધિક પ્રભાવિત ઇટલીમાં કોરોના વાયરસથી બે હજારથી પણ વધુ લોકોના મોત થયા છે. બ્રિટેને જ્યાં પણ તમામ બિન જરૂરી કાર્યક્રમો અને યાત્રાઓ પર રોક લગાવી છે. તો આ તરફ સ્વિટ્ઝરલેન્ડે આપાતકાલિનની જાહેરાત કરી છે. જર્મનીએ તો તમામ ચર્ચ, મસ્જિદ અને ધાર્મિક સભાઓને બંધ કરવાની સાથે બિન જરૂરી દુકાનો પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં તાજમહેલને પણ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ દુનિયાના બીજા સૌથી મોટા દેશે વધુમાં વધુ શાળાઓ અને કોલેજો, મનોરંજન સુવિધાઓ બંધ કરી છે. મધ્ય-પૂર્વમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ઇરાને પણ ચાર પ્રમુખ શિયા તીર્થસ્થળોને બંધ કર્યા છે. કેનેડાએ પણ અમેરિકીઓને છોડીને તમામ વિદેશીઓ માટે પોતાની સીમાઓ બંધ કરી છે.

ABOUT THE AUTHOR

...view details