લંડન: કોવિડ-19નો રોગચાળો ફેલાવનારા સાર્સ-કોવ-2 વાઇરસની સલામત રીતે નકલી પ્રતિકૃતિ બનાવવાના આશયથી હાથ ધરાયેલું આ સંસોધન હોસ્પિટલ ઇન્ફેકશન નામના જર્નલમાં એક પત્ર તરીકે પ્રસિદ્ધ થયું હતું, જેમાં દાવો કરાયો હતો કે, કોરોના વાઇરસ સમગ્ર હોસ્પિટલની સપાટી ઉપર ખુબ જ ઝડપથી ફેલાઇ શકે છે.
યુકેની ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH) અને યુનિવર્સિટિ કોલેજ હોસ્પિટલ (UCL)ના સંશોધકોએ નોંધ કરી હતી કે, હોસ્પિટલની પથારી ઉપર છૂટી ગયેલા આ વાઇરસના ડીએનએ ફક્ત 10 કલાકના સમયમાં જ ઓડધો અડધ હોસ્પિટલની સપાટી ઉપર ફેલાઇ જવાની ક્ષમતા ધરાવે છે, તદઉપરાંત તે આ સપાટી ઉપર પાંચ દિવસ સુધી રહે છે.
સંશોધકોએ સાર્સ-કોવ-2નો ઉપયોગ કરવાને બદલે આ વાઇરસનો ચેપ લાગેલા એક છોડમાં વાઇરસના રહી ગયેલા ડીએનએની મદદથી કૃત્રિમરીતે તેની નકલી પ્રતિકૃતિ તૈયાર કરી હતી જેનો માનવીને ચેપ લાગી શકતો નથી. એક મીલિલીટર પાણીમાં રહેલાં વાઇરસની સમકક્ષ સાર્સ-કોવ-2 વાઇરસ ધરાવતું દ્વવ્ય દર્દીનાં શ્વાસનતંત્રમાંથી લેવાયેલા નમુનામાં જોવા મળ્યું હતું.
સંશોધકોએ હોસ્પિટલના એક આઇસોલેશન રૂમના પલંગની પથારી ઉપર આ વાઇરસના ડીએનએ ધરાવતું પાણી રેડ્યું હતું, ત્યારબાદના પાંચ દિવસ દરમ્યાન તે હોસ્પિટલના વોર્ડની 44 જગ્યાઓના નમૂમા લીધા હતા. તેઓને જોવા મળ્યું હતું કે ફક્ત 10 કલાકના સમયમાં જ હોસ્પિટલના વોર્ડની જે જે જગ્યાઓના નમૂના લેવાયા હતા. તે પૈકી 41 ટકા જગ્યાઓ ઉપર તે વાઇરસના ડીએનએ ચોંટેલા હતા. આ લોકોએ જે જે જગ્યાઓના નમૂના લીધા હતા તેમાં વિવિધ પલંગની પથારીઓ, દરવાજા, હેન્ડલ, વેઇટિંગ રૂમમાં અઢેલવાની જગ્યાઓ, બાળકોના રમકડાં, પુસ્તકો, અને બાળકોને રમવાની જગ્યાઓનો સમાવેશ થતો હતો. ત્રણ દિવસ બાદ 59 ટકા જગ્યાઓ ઉપર અને પાંચમાં દિવસે ઘટીને 41 ટકા જગ્યાઓ ઉપર આ વાઇરસના ડીએનએ જોવા મળ્યા હતા.
કોરોના વાઇરસના ફેલાવામાં સપાટી કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તે અમારા સંસોધનમાં દર્શાવવામાં આવ્યું છે અને તેના ઉપરથી પૂરવાર થાય છે કે સ્વચ્છતા જાળવવી અને વારંવાર હાથ ધોવા કેટલાં મહત્વના છે એમ યુસીએલની લિના સિરિકે કહ્યું હતું. જે જગ્યાઓ ઉપર કોરોના વાઇરસની હાજરી જોવા મળી હતી તેમાં સૌથી વધુ વિસ્તાર પલંગની આજુબાજુની જગ્યાઓ ઉપરાંત નજીકના રૂમ અને કેટલીક વધારાની પથારીઓ તથા સારવાર માટેના રૂમ જેવા ક્લિનિકલ એરિયાનો સમાવેશ થતો હતો.