ગુજરાત

gujarat

ETV Bharat / international

વિશ્વ પર્યાવરણ દિવસઃ 20 વર્ષમાં 1500 કરોડ વૃક્ષોનું નિકંદન, 5 વર્ષમાં 8 ટકા પ્રદુષણ વધ્યું

અમદાવાદ: આજે વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર દુનિયમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા 20 વર્ષમાં સમગ્ર દુનિયામાંથી કુલ 1500 કરોડ જેટલા વૃક્ષોને કાપી નાંખવામાં આવ્યાં છે. વૃક્ષોની સંખ્યા ઘટવાને કારણે પ્રદુષણમાં વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રદુષણમાં 8 ટકાનો વધારો થયો હોવાના અહેવાલ સામે આવ્યાં છે.

વિશ્વમાં 20 વર્ષમાં 1500 કરોડ વૃક્ષો કપાયા

By

Published : Jun 5, 2019, 6:13 PM IST

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ અનુસાર, દુનિયાના ત્રણ હજાર શહેર વાયુ પ્રદુષણ હેઠળ જીવન જીવે છે. મધ્ય-પૂર્વ એશિયાના શહેરોમાં વિકાસ તો થયો છે, પરંતુ પ્રદુષણની માત્રામાં 10 ગણો વધારો થયો છે. પ્રદુષણને કારણે વાતાવરણમાં અસર જોવા મળે છે. જેની અસર કુદરતી જગ્યાઓ પર પડી રહી છે. વાતાવરણમાં બદલાવને કારણે એવી આશંકા સેવવામાં આવી છે કે, આવનારા 100 વર્ષમાં દુનિયાથી 10 સારી જગ્યાઓના નામોનિશાન નાશ થઈ જશે.

વાતાવરણના કારણે કઇ જગ્યાના નામોનિશાન પુર્ણ થશે.

  1. સેશેલ્સ- હિંદ મહાસાગરમાં મૈડાગાસ્કર કિનારી છે. અહીંનો દરિયા કિનારો ધીમે ધીમે પૂર્ણતાને આરે આવી ગયો છે.
  2. માઉન્ટ કિલિમંઝારો- તંજાનિયાના પહાડો કિલિમંઝારો પર રહેલ બરફ પીગળી રહ્યો છે. વર્ષ 1912થી અત્યાર સુધીમાં 85 ટકા બરફ પીગળી ગયો છે.
  3. મિરાડોર બેસિન-તિકાલ નેશનલ પાર્ક, ગ્વાટેમાળાના મિરાડોર બેસિન અને ચિકાલ નેશનલ પાર્ક લુટપાટ અને જંગલ બળાને કારણે બરબાદ થઇ ગયા છે.
  4. સુંદરવન-ગંગાની ડેલ્ટા પર પ્રદુષણ વધી રહ્યું છે. જંગલ વિસ્તારને કાપવામાં આવી રહ્યો છે. જેથી સમુદ્રની જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે.
  5. પેટાગોનિયા ગ્લેશિયર્સ–અર્જેન્ટિના ગ્લેશિયર્સ ઓછા વરસાદ અને વધતા તાપમાનને કારણે પીગળી રહ્યું છે.
  6. ગ્લેશિયર નેશનલ પાર્ક-મોંટાનાના પહેલા 150 જેટલા ગ્લેશિયર હતા, પરંતુ હવે ધટીને ફક્ત 25 જેટલા ગ્લેશિયર થઇ ગયા છે. આવનારા 15 વર્ષમાં એક પણ ગ્લેશિયર નહીં રહે.
  7. વેનિસ-ઇટલી દેશનું આ શહેર છેલ્લા કેટલાક વર્ષોથી પૂરનો શિકાર થઇ રહ્યું છે.
  8. મૃત સાગર-જોર્ડન અને ઇઝારયલની સીમા પર સ્થિત મૃત સાગર 40 વર્ષથી 80 ફુટ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. મૃત સાગર આવનાર 50 વર્ષમાં પૂર્ણ થઇ જશે.

20 વર્ષમાં 1500 કરોડ વૃક્ષો કાપવામાં આવ્યા.

છેલ્લા 20 વર્ષમાં દુનિયામાં તમામ જગ્યાએથી 20 વર્ષમાં 1500 કરોડ વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે. જેનું પરિણામ વાતાવરણ પર પડ્યું છે, જ્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે. નેચર મેગેઝીનના અહેવાલ પ્રમાણે પૃથ્વી પર કુલ 3થી 4 લાખ કરોડ વૃક્ષ છે. જેમાં સૌથી વધુ 64,800 કરોડ વૃક્ષો રૂસમાં છે. કેનેડામાં 31,800 અમેરિકામાં 22,200 કરોડ, ચીનમાં 17,800 કરોડ વૃક્ષો છે. એક ખાનગી રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 30 વર્ષમાં 23,716 ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે 15 હજાર વર્ગ કિમીના જંગલને કાપવામાં આવ્યાં છે. દેશમાં 250 વર્ગ કિમીના આસપાસના જંગલને દર વર્ષે કાપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details