ન્યુઝ ડેસ્ક : સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રવક્તા સ્ટીફન હુજારિકએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રસંઘના મોટાભાગના સદસ્ય કોરોના વાઈરસથી સંક્રમિત છે. આફ્રિકા, એશિયા, પશ્ચિમ એશિયા, અમેરિકા સહિતના દેશોનાં 86 સંયુક્ત રાષ્ટ્રસંઘના કર્મચારીઓ કોરોના પોઝિટિવ છે.
વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના 86 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ
કોરોના વાઈરસે વિશ્વના 200 જેટલા દેશોને પોતાના બાનમાં લીઘો છે. આ વાઈરસથી સંયુક્ત રાષ્ટ્રસંઘના 86 કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ છે.
વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના 86 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
હાલમાં ન્યુયોર્ક સ્થિત મુખ્ય કાર્યાલયમાં 11 હજાર જેટલા કર્મચારીઓ અવરજવર કરે છે, પરંતુ શુક્રવારે આ સંખ્યા માત્ર 140 રહી છે. વધતા ખતરાને ધ્યાનમાં રાખી હાલમાં 97 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે.