પાકિસ્તાનના PMએ ટ્વીટ કરીને કહ્યું કે, મોદી સરકારમાં ભારત ફાંસીવાદી વિચારધારની સાથે હિન્દુ રાષ્ટ્રની તરફ આગળ વધી રહ્યું છે.
ઇમરાન ખાને ભારતમાં નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ થઇ રહેલા પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં કહ્યું કે, બધા ભારતીયો જે બહુવાદ ઇચ્છે છે. તે લોકો CAA વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, જનરલ રાવતે બુધવારે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરની સરહદને લાગતી નિયંત્રણ રેખા પર ક્યારે પણ તણાવ વધી શકે છે. સેના આ માટે તૈયાર છે.
પાકિસ્તાનના PMએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારત ઘરેલું મુદ્દાઓથી ધ્ચાન ભટકાવવા માટે હિન્દુ રાષ્ટ્રવાદ માટે યુદ્ધ આક્રમકતાને પ્રોત્સાહન આપે છે, તો પાકિસ્તાનની પાસે જવાબ આપવા સિવાય કોઇ વિકલ્પ નથી.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત થયો છે. જે બાદ ભારત અને પાકિસ્તામાં તણાવ છે.
પાકના PMએ CAAની આલોચના કરતા કહ્યું કે, આ માનવાધિકારના બધા અંતરરાષ્ટ્રીય માનકો અને પાકિસ્તાનની સાથે થયેલા દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે, આ RSSના વિસ્તારવાદી રણનીતિનો ભાગ છે.