કોલંબોઃ શ્રીલંકન નેવીએ વધુ 12 ભારતીય માછીમારોની (Indian fishermen arrested) ધરપકડ કરી છે. આ સાથે શ્રીલંકાના તટીય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવાના આરોપમાં(illegally fishing in Coastal Area of Sri Lanka) તેની બે બોટ પણ જપ્ત કરવામાં આવી છે. આ સાથે છેલ્લા બે દિવસમાં શ્રીલંકા દ્વારા પકડાયેલા(12 Indian fishermen arrested) ભારતીયોની સંખ્યા વધીને 55 થઈ ગઈ છે.
43 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી
સોમવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, મન્નારની દક્ષિણે શ્રીલંકાના જળસીમામાં રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા, શ્રીલંકન નૌકાદળે જાફનાના ડેલ્ફ્ટ આઇલેન્ડના દક્ષિણ-પૂર્વ સમુદ્ર વિસ્તારમાં 43ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની છ ફિશિંગ બોટ જપ્ત કરી હતી.
55 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી
શ્રીલંકાના નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રીલંકાના જળસીમામાં ભારતીય માછીમારોની બોટના પ્રવેશને રોકવા અને ગેરકાયદે માછીમારીને રોકવા માટે નૌકાદળ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 18 અને 19 ડિસેમ્બરના રોજ ઉત્તરીય અને ઉત્તર મધ્ય નૌકા કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન, 55 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની આઠ બોટ જપ્ત કરવામાં આવી હતી..
ભારતીય માછીમારોના 'રેપિડ એન્ટિજેન' પરીક્ષણ
આ અભિયાન કોવિડ-19 સંબંધિત નિયમોને અનુસરીને ચલાવવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર, ભારતીય માછીમારોના 'રેપિડ એન્ટિજેન' પરીક્ષણ પછી, તેમને કાયદાકીય કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.નોંધનીય છે કે દરરોજ બંને દેશના માછીમારોની અજાણતામાં એકબીજાની દરિયાઈ સીમામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવે છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં માછીમારોનો મુદ્દો મોટો અણગમો બની ગયો છે.
આ પણ વાંચોઃRIC Forum Russia India and China: રશિયન જાસૂસી એજન્સીના વડાના દાવાથી US ચોંકશે, બોલ્યા- ચીન-ભારત સાથે થાય છે ત્રિપક્ષીય મંત્રણા
આ પણ વાંચોઃયુએસ સંસદે દેવાની મર્યાદા વધારીને $2.5 ટ્રિલિયન કરવાની મંજૂરી આપી