જ્યારે હવે પર્યાવરણને બચાવવા માટે ફિલિપાઇન્સ સરકારે નવો કાયદો બનાવવાની વિચારણા કરી રહી છે. આ કાયદા પ્રમાણે સ્કૂલથી લઇને કૉલેજ સુધી વિદ્યાર્થીઓને ત્યારે જ ડિગ્રી આપવામાં આવશે જ્યારે તેઓ 10 વૃક્ષોનું વાવેતર કરશે.
ફિલિપાઇન્સ સરકારનો અહમ નિર્ણય, વિદ્યાર્થીઓ 10 વૃક્ષો વાવશે તો જ ડિગ્રી પ્રાપ્ત થશે - DEGREE
મનીલા: વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તમામ દેશો ચિંતિત છે ત્યારે ફિલિપાઇન્સ દ્વારા ગ્લોબલ વોર્મિગનો અંત આણવા નવો જ ઉપાય કર્યો છે. પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી પેરિસ જલવાયુ જેવી સંધીઓ પણ સામે આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ આ કાયદો જો લાગુ કરવામાં આવે તો દર વર્ષે 5 કરોડ જેટલા વૃક્ષોનો ઉછેર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, ફિલિપાઇન્સમાં જંગલ વિસ્તારનો સતત ઘટાડો થઇ રહ્યો છે. સતત વૃક્ષોને કાપવાના કારણે છેલ્લા 85 વર્ષમાં કુલ વન વિસ્તાર 70% થી ઘટીને 20% સુધી પહોંચ્યો છે, ફિલિપાઇન્સની સેનેટમાં ગત દિવસોમાં પસાર થયેલા બિલને 'ઝુ એક્શન લિગેસી ફોર ધ એન્વાર્યમેન્ટ એક્ટ' નામ આપવામાં આવ્યું છે. આ બાબતે કાયદો લાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
આ મામલે કાયદાના જાણકારોના જણાવ્યા મુજબ આ જળવાયુ પરિવર્તન સામે રક્ષણ મેળવવા અને હરિયાળી પરત મેળવવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય છે. આ બિલના સેનેટના પ્રતિનિધિ ગેરી અલેજાનોએ રજૂ કર્યું હતું. બિલ પ્રમાણે શિક્ષા અને ઉચ્ચ શિક્ષણ વિભાગની સાથે કૃષિ સાથે સંકળાયેલા સાથે સામાન્ય જનતા પણ કાયદાનું પાલન કરશે. સરકારે જગ્યાની ચકાસણી પણ કરી દીધી છે. જ્યારે આ જગ્યા સંપૂર્ણપણે એજન્સીઓની નજર હેઠળ રહેશે.