- ઇમરાન ખાને AICCની સર્વોચ્ચ સમિતિની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી
- અફઘાનિસ્તાનને સમર્થન આપવા આંતરરાષ્ટ્રીય સમુદાયને કરી ટકોર
- ભારતે પાકિસ્તાનથી પસાર થવાની પરવાનગી રજૂઆત કરી હતી
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (prime minister of pakistan imran khan) સોમવારના જાહેરાત કરી કે તેમની સરકાર પરિવહનની રીતોને અંતિમ ઓપ આપ્યા બાદ ભારત (india)ને પોતાના ક્ષેત્રથી પાડોશી દેશ અફઘાનિસ્તાન (afghanistan)ને 50,000 મેટ્રિક ટન ઘઉં (wheat)ની માનવીય મદદ મોકલવાની પરવાનગી આપશે. ઇમરાન ખાને (imran khan) ઇસ્લામાબાદ (islamabad)માં અફઘાનિસ્તાન ઇન્ટર-મિનિસ્ટ્રીયલ કોઓર્ડિનેશન સેલ (AICC)ની સર્વોચ્ચ સમિતિની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી.
આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ કરી ટકોર
આ તક પર ઈમરાને અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ (humanitarian crisis)ની સ્થિતિને ટાળવા અને પડકારોના આ સમયમાં તેને સમર્થન આપવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય (international community)ને તેની સામૂહિક જવાબદારીની પણ યાદ અપાવી. રેડિયો પાકિસ્તાનના એક સમાચાર પ્રમાણે બેઠક દરમિયાન, ઇમરાન ખાને અફઘાનિસ્તાનને માનવીય સહાયતા તરીકે 50,000 મેટ્રિક ટન ઘઉં આપવાના ભારતના પ્રસ્તાવને પરવાનગી આપવાના પાકિસ્તાનના નિર્ણયની જાહેરાત કરી. ભારતે પાકિસ્તાનથી પસાર થવાની પરવાનગી રજૂઆત કરી હતી.