- હવામાન વિભાગે તોફાનના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી
- તોફાનના કારણે ઓછામાં ઓછી 90 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે
- ઓલમ્પિક સમારોહમાં ભાગ લઈને પોતપોતાના દેશોમાં પરત ફરી રહેલા ખેલાડીઓને અસર કરશે નહીં
ટોક્યો- જાપાનમાં રવિવારે ઓલમ્પિક સમાપ્ત થતાં જ તીવ્ર ચક્રવાતી તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. આ તોફાનના કારણે ઓછામાં ઓછી 90 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ઓલમ્પિક સમારોહમાં ભાગ લઈને પોતપોતાના દેશોમાં પરત ફરી રહેલા ખેલાડીઓને અસર કરશે નહીં. જાપાનનો દક્ષિણ ભાગ આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત હોવાનું કહેવાય છે. હવામાન વિભાગે તોફાનના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
આ પણ વાંચો- tauktae cyclone: 'તૌકતે' વાવાઝોડાથી થયેલા નુક્સાન બદલ મીઠાના ઉદ્યોગે રાહતની કરી માગ
લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે
જાપાની મીડિયા એનએચકેએ જણાવ્યું છે કે, ટાઇફૂન લ્યુપિટના કારણે દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં 90થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. શનિવારે, જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું દક્ષિણથી આગળ વધી રહ્યું છે અને રવિવારે મોડી રાત્રે ક્યૂશૂ ટાપુ પર પહોંચવાની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ટાપુ પર રહેતા લોકોને બહાર ન આવવાની ચેતવણી આપવામાં આવી છે.
91 ફ્લાઇટ્સને કરવામાં આવી રદ
NHK મુજબ, જાપાન એરલાઇન્સની 56, ઓલ નિપ્પોન એરવેઝની 15, પીચ એવિએશનની 8, સોલસીડ એરની 7 અને જેટસ્ટારની 3 ફ્લાઇટ સહિત કુલ 91 ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે. લુપિટનું કેન્દ્રિય વાતાવરણીય દબાણ 990 હેક્ટોપાસ્કલ છે, પવન 20 મીટર પ્રતિ સેકન્ડ (45 માઇલ પ્રતિ કલાક) અને મહત્તમ 30 મીટર પ્રતિ સેકન્ડ સુધી પહોંચે છે.
સમુદ્રથી દૂર રહેવાની આપવામાં આવી ચેતવણી
રાજ્ય હવામાન એજન્સીએ આગાહી કરી છે કે, આ સમયગાળા દરમિયાન ઘણા ભાગોમાં 50 મીમી પ્રતિ કલાક સુધી વરસાદ પડી શકે છે. નિષ્ણાતો પણ ઝડપી પવન અને ઉંચા મોજાની ચેતવણી આપી રહ્યા છે. આવી સ્થિતિમાં જાપાનના દક્ષિણ બીચ પરથી લોકોને દૂર કરવાની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડા લુપિટે ગુરુવારે ચીનના દરિયાકાંઠાના પ્રાંતોમાં તબાહી મચાવી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.
આ પણ વાંચો- શેંત્રુજી નદીનું રૌદ્ર સ્વરૂપ: નદી કાંઠાના વિસ્તારો હાઈએલર્ટ પર
ઓલિમ્પિક બાદ પેરાલિમ્પિક ગેમ્સ યોજાશે
ઓલિમ્પિકના અંત પછી પેરાલિમ્પિક રમતો પણ ટોક્યોમાં યોજાવાની છે, જે 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી શરૂ થશે. દરમિયાન, જાપાન સરકારે થોડા દિવસો પહેલા એક આદેશ જારી કર્યો હતો અને દેશના ઘણા રાજ્યોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. જાપાનના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે ટોક્યો, સૈતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવા પ્રાંતમાં કટોકટીની સ્થિતિ 31 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.