- કિમ જોંગ ઉનના બહેન કિમ યો જોંગએ આપી ચેતવણી
- દક્ષિણ કોરિયાને તેના વચન સામે ચોક્કસ સજા કરીશું
- ટૂંક જ સમયમાં દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા સામે ભરી શકે છે પગલા
સિયોલ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના બહેન કિમ યો જોંગએ શનિવારે ચેતવણી આપી છે કે, દક્ષિણ કોરિયાના વિશ્વાસઘાત અને પ્યોંગયોંગ વિરૂદ્ધ કરાયેલા અપરાધો સામે તેઓ જલ્દી જ કાર્યવાહી કરશે. વિરોધીઓને સમન્સ પાઠવવાની સાથે સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓને નિર્ણાયક પગલા લેવા આપ્યો નિર્દેશ
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની બહેન કિમ યોંગ-જોંગે કહ્યું કે, અમે દક્ષિણ કોરિયાને તેના વચન સામે ચોક્કસ સજા કરીશું. કિમ યો-જોંગના નિવેદન બાદ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ ટોચ પર પહોંચી ગયો છે. કિમની બહેને કહ્યું છે કે, સિઓલે તેના દેશ સાથે દગો કર્યો છે. આ માટે, સામ્યવાદી દેશ ટૂંક સમયમાં તેની સામે મોટી કાર્યવાહી કરશે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે મને લાગે છે કે દક્ષિણ કોરિયાના અધિકારીઓ સાથેના સંબંધોને તોડવાનો યોગ્ય સમય છે. અમે ટૂંક સમયમાં આગળની કાર્યવાહી કરીશું. અમારા પક્ષ અને રાજ્ય દ્વારા અધિકૃત મારી શક્તિનો ઉપયોગ કરીને, મેં વિભાગના કાર્યકારી પ્રભારી અધિકારીઓને નિર્ણાયક પગલા લેવા નિર્દેશ આપ્યો છે.