માસ્કોઃ કઝાકિસ્તાનમાંLPG ઈંધણના ભાવમાં ફુગાવો (Kazakhstan fuel price hike protest) આવતા 2 જાન્યુઆરીથી કઝાકિસ્તાનના પશ્ચિમ ભાગમાં વિરોધ પ્રદર્શનની (Protest In Kazakhstan) ચીમકી ઉચ્ચારી હતી. આ સંદર્ભે કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે (Kazakhstan Health Ministry) કહ્યું છે કે, દેશમાં છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના પગલે 164 લોકોએ જીવ ગુમાવ્યો છે સાથે સુરક્ષાકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. સરકારી ન્યૂઝ ચેનલ 'ખબર-24' દ્વારા મૃતકોની સંખ્યા અગાઉ નોંધાયેલી સંખ્યા કરતા વધારે છે.
વિરોધ પ્રદર્શન બન્યું હિંસક
મૃતકોમાં માત્ર નાગરિકો છે કે પછી તેમાં સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ છે તે પ્રત્યક્ષ થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ આંદોલનમાં 16 પોલીસકર્મીઓ અથવા નેશનલ ગાર્ડના કર્મચારીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. આ પહેલા અધિકારીઓએ 26 નાગરિકોના મોતના સમાચાર આપ્યા હતા.
હિંસક આંદોલનનો ભોગ ત્રણ માસુમ બાળકો, એક ચાર વર્ષની બાળકી
રવિવારે જારી કરાયેલા મંત્રાલયના નિવેદન અનુસાર, મોટાભાગના મૃત્યુ દેશના સૌથી મોટા શહેર અલ્માટીમાં (Almaty deaths) થયા છે, જ્યાં 103 લોકોના મોતનો તાંડવ રચાયો હતો. પ્રદર્શનકારીઓએ અલ્માટીની સરકારી ઈમારતો પર કબજો જમાવી ઉપરાંત અમુકને આગ લગાવી દીધી હતી. બાળ અધિકારના ક્ષેત્રમાં કાર્યરત એક મહિલાએ જણાવ્યું કે, આ પ્રદર્શનનો ત્રણ બાળકો પણ ભોગ બન્યાં છે અને આ ત્રણેય સગીર હતા. જેમાં એક ચાર વર્ષની બાળકી હતી.
ગૃહ મંત્રાલયે આપ્યો અહેવાલ
મંત્રાલયે અગાઉ અહેવાલ આપ્યો હતો કે, પ્રદર્શનમાં 2,200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેને સારવારની જરૂર હતી, જ્યારે ગૃહ મંત્રાલયે એ પણ જણાવ્યું હતું કે, લગભગ આ વિરોધ પ્રદર્શનમાં 1,300 સુરક્ષા અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે રવિવારે જણાવ્યું હતું કે, પોલીસે ગયા અઠવાડિયે હિંસામાં ફેરવાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લગભગ 5,800 લોકોની અટકાયત કરી હતી. આ વિરોધે હિંસક સ્વરૂપ લીધા બાદ રશિયાની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને કઝાકિસ્તાનમાં સૈનિકો મોકલવાની ફરજ પડી હતી.