ગુજરાત

gujarat

ETV Bharat / international

ઈરાને ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું, પણ ભ્રમણકક્ષામાં દૂર રહ્યો

ઈરાને એક ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું. પરંતુ તે ભ્રમણ કક્ષા સુધી પહોંચી શક્યો નથી. આ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવા માટે સિમોર્ગ રોકેટ જરૂરી ગતિ પ્રાપ્ત કરી શક્યું નહતું.

By

Published : Feb 10, 2020, 8:23 AM IST

ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ, ભ્રમણ કક્ષામાં પહોંચી ન શક્યોઃ ઈરાન
iran-again-fails-to-put-satellite-into-orbit-amid-us-worries

ઈરાન: ઈરાને સફળતાપૂર્વક અવકાશમાં સેટેલાઇટ લોન્ચ કર્યો હતો, પરંતુ ઉપગ્રહ ભ્રમણકક્ષા સુધી પહોંચ્યો નહોતો. સરકારી ટેલિવિઝન દ્વારા સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મારફતે આ માહિતી આપવામાં આવી હતી. મંત્રાલયના અંતરિક્ષ વિભાગના અહેમદ હુસેનીએ જણાવ્યું હતું કે, સિમોર્ગ (રોકેટ)એ ઉપગ્રહ ઝફરને અવકાશમાં સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યયું હતું, પરંતુ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવા માટે જરૂરી ગતિ મેળવી શક્યો નહીં.

ઇરાનની અંતરિક્ષ એજન્સીના વડા મુર્તુઝા બેરારીએ જણાવ્યું હતું કે, આ ઉપગ્રહનું પ્રાથમિક કાર્ય ફોટોગ્રાફ્સ લેવાનું, ઈરાનને ધરતીકંપનો અભ્યાસ કરવવાનું, કુદરતી આફતોનો સામનો કરવા અને કૃષિ વિકસાવવા માટે જરૂરી ડેટા આપવાનું છે. 1 ફેબ્રુઆરીએ ઈરાનની અંતરિક્ષ એજન્સીના વડાએ જણાવ્યું હતું કે, 113 કિલોગ્રામ વજનવાળો ઝફર સેટેલાઇટ (પર્શિયનમાં ઝફરનો અર્થ વિજય થાય છે) સિમોર્ગ રોકેટ દ્વારા પૃથ્વીથી આશરે 530 કિલોમીટરના અંતર્ગત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

જાન્યુઆરી 2019માં અમેરિકાએ ઈરાનના રોકેટના પ્રક્ષેપણને 'ઉત્તેજક' પગલું ગણાવ્યું હતું,તો બીજી તરફ યુનાઇટેડ સ્ટેટ્સે ભૂતકાળમાં ઇરાનના સેટેલાઇટ પ્રોગ્રામ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details