ખાદ્ય તેલ ઉદ્યોગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, દેશ પ્રથમ આવે છે અને કારોબારી સંબંધ બાદમાં. કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદનને લઈને દેશના કારોબારી મલેશિયાથી નારાજ છે. તેથી, તેઓએ આવતા મહિના માટે પામ ઓઇલ આયાતનાં સોદા બંધ કરી દીધા છે.
ભારતીય તેલ વેપારીઓએ મલેશિયાથી પામોલિન ઓઇલની ખરીદી અટકાવી - palm oil
નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે મલેશિયાના વડાપ્રધાન મહાથિર મોહમ્મદ દ્વારા ભારતની ટીકાથી રોષે ભરાયેલા ભારતીય કારોબારીઓએ મલેશિયાથી પામતેલની આયાત કરવાના નવા સોદા કરવાનું બંધ કરી દીધું છે. જોકે, ભારત સરકારે આ દિશામાં હજી સુધી કોઈ પગલા ભર્યા નથી, પરંતુ ઘરેલું ખાદ્ય તેલ ઉદ્યોગે મલેશિયાને કડક પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું છે.
Etv Bharat
સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશનના કાર્યકારી નિર્દેશક ડૉ.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, "આપણા માટે દેશ પ્રથમ આવે છે અને વ્યાપારિક સંબંધ પછી. મલેશિયાથી પામ ઓઇલની આયાત કરવી એ અમારી મજબૂરી પણ નથી કારણ કે મલેશિયાને બદલે ઇન્ડોનેશિયાથી પામ ઓઇલ આયાત કરવા માટેના અમારા વિકલ્પો ખુલ્લા છે. "
મહાથિર મોહમ્મદે કહ્યું કે, ભારતનું આ કરવા પાછળનું કારણ ભલે કંઈ પણ હોય પરંતુ તે ખોટું છે. ભારતે પાકિસ્તાન સાથે મળી સમસ્યાનું સમાધાન કરવું જોઈએ.