નવી દિલ્હી: ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ડેમ બનાવવાનો મોટો કોન્ટ્રાક્ટ આપવાના પાકિસ્તાનના પગલા પર ભારતે વાંધો ઉઠાવતા કહ્યું કે, પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાવાળા વિસ્તારમાં આવા પ્રોજેક્ટ શરૂ કરવાનું યોગ્ય નથી.
ભારતે ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ડેમ પ્રોજેક્ટ પર પાકિસ્તાનની કરી ટીકા
ભારતે ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ડેમના બાંધકામ માટેના મોટા કરારના પાકિસ્તાનના પગલા પર વાંધો ઉઠાવતા કહ્યું કે, પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં આવા પ્રોજેક્ટ શરૂ કરવાનું યોગ્ય નથી.
પાકિસ્તાન સરકારે ચીની સરકારી કંપની અને તેના પ્રભાવશાળી સૈન્યના વ્યાપારી સાથે ડિમર-ભાશા ડેમના બાંધકામ માટે 442 અબજ રૂપિયાનો કરાર કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તએ કહ્યું કે, અમારું વલણ સુસંગત અને સ્પષ્ટ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોનો ભારતનો અભિન્ન અંગ રહ્યો છે અને રહેશે.
તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના ભારતીય પ્રદેશમાં આવી તમામ યોજનાઓ અંગે પાકિસ્તાન અને ચીન સામે સતત વિરોધ અને ચિંતા વ્યક્ત કરી છે.