ઈમરાને વધુમાં કહ્યું કે, એક દશક બાદ અમેરિકી અફઘાનિસ્તાનમાં આવ્યા તો પાકિસ્તાનના આજ સમૂહોને કહેવામાં આવ્યું કે, અમેરિકી ત્યાં આવી ગયું છે. જેથી હવે જેહાદ નથી પરંતુ, આતંકવાદ છે. આ પૂરાવા ઘણા વિરોધાભાસ હતા.
ઈમરાન ખાને સ્વીકાર્યું, પાકિસ્તાને જેહાદીઓને આપી આતંકવાદની ટ્રેનિંગ - પાકિસ્તાન
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના PM ઈમરાન ખાને સ્વીકાર્યું કે, પાકિસ્તાનના નામે જેહાદના નામ પર લોકોને આતંકવાદી બનાવ્યા છે. તેમણે કહ્યું કે, 80ના દાયકામાં પાકિસ્તાનના મુઝાહિદીનોએ સોવિયત વિરુદ્ધ જેહાદીઓને ટ્રેનિંગ આપી હતી. જ્યારે રશિયાએ અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો હતો. ઈમરાને કહ્યું કે, મુઝાહિદીનોને પાકિસ્તાન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી CIAએ દ્વારા ફંડિગ કરવામાં આવતું હતું.
iran khan
આ સાથે પાકિસ્તાનના PM ઈમરાન ખાને કહ્યું કે, અમે અમારા 70,000 લોકોને ગુમાવી દીધા. અમારી અર્થવ્યસ્થાને 100 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. છેલ્લે અમે અફઘાનિસ્તાનમાં અસફળ થવા પર ગુનેગાર ગણવામાં આવ્યા, આ પાકિસ્તાનની સાથે અન્યાય થયો છે.