બેજિંગ: હોંગકોંગ સુરક્ષા કાયદાને લઈ ચીને અમેરિકાને ચેતવણી આપી છે. ચીનનું કહેવું છે કે, જો અમેરિકા કાયદો પોતાના હાથ લઈ પ્રતિબંધ લગાવે છે, તો ચીન પણ જવાબ આપવા સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને કહ્યું કે, હોંગકોંગના રાષ્ટ્રીય સુરક્ષા કાયદો ચીનનો આંતરિક મામલો છે અને કોઈ દેશોને તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ તેમના નિવેદનમાં કહ્યું કે, બીઝિંગ પાસે તેમના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લઈ વૉશિંગટન અમેરિકામાં નિર્મિત સંરક્ષણ ઉપકરણોને હોંગકોંગ માટે નિકાસ કરવાનું બંધ કરશે. આવી જ રીતે પ્રતિબંધ સંરક્ષણ તકનીકને લઈને પણ ઉભો થશે.