ગુજરાત

gujarat

ETV Bharat / international

ફેસૂબકે તાલિબાન અને તેના સમર્થનની ટિપ્પણીઓ પર લાદ્યો પ્રતિબંધ: રિપોર્ટ - તાલિબાન અને તેના સમર્થન કરવાવાળી તમામ સામગ્રીને પ્રતિબંધિત

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. દુનિયાભરની નજર હાલ અફઘાનિસ્તાન પર છે. આ વચ્ચે ફેસૂબકે કહ્યું છે કે, તેમણે પોતાના પ્લેટફોર્મ પર તાલિબાન અને તેના સમર્થન કરવાવાળી તમામ સામગ્રીને પ્રતિબંધિત કર્યા છે. કારણ કે તેઓ તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે.

ફેસૂબકે તાલિબાન અને તેના સમર્થનની ટિપ્પણીઓ પર લાદ્યો પ્રતિબંધ: રિપોર્ટ
ફેસૂબકે તાલિબાન અને તેના સમર્થનની ટિપ્પણીઓ પર લાદ્યો પ્રતિબંધ: રિપોર્ટ

By

Published : Aug 17, 2021, 5:41 PM IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રકોપ યથાવત
  • ફેસબૂક પર તાલિબાન અને તેના સમર્થનની પોસ્ટ પર પ્રતિબંધ
  • ફેસબૂક સિવાય ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પણ પ્રતિબંધ લદાયો

લંડન: સોશિયલ મીડિયા કંપની ફેસબૂકે કહ્યું છે કે, તેમણે પોતાના પ્લેટફોર્મ પર તાલિબાન અને તેને સમર્થન આપતી તમામ સામગ્રીને પ્રતિબંધિત કરી દીધા છે. કારણ કે, તેઓ તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે.

ફેસબૂક રાખી રહ્યું છે તાલિબાની કન્ટેન્ટ પર નજર

કંપનીએ કહ્યું કે, વર્ષોથી તાલિબાન પોતાના સંદેશાઓ પ્રસરાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી તેઓ (ફેસબૂક) આતંકી સંગઠનને લગતી તમામ સામગ્રીઓ પર નજર રાખી રહ્યા છે અને તેને હટાવવા માટે અફઘાન વિશેષજ્ઞોની એક ખાસ ટીમ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details