- કાબુલમાં સૈન્ય હોસ્પિટલની સામે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો
- તાલિબાન હુમલાની કોઈ સંસ્થાએ જવાબદારી લીધી નથી
- હુમલામાં 19 લોકો માર્યા ગયાનો અંદાજો
કાબુલ: છ હુમલાખોરોએ મંગળવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ(Kabul)માં એક સૈન્ય હોસ્પિટલ(Military Hospital)ના પ્રવેશદ્વાર પર વિસ્ફોટ(Bomb blast) કર્યો હતો અને હોસ્પિટલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તાલિબાન સુરક્ષા કર્મચારીઓએ તેમને પાછળ ધકેલી દીધા હતા. મળતી માહિતી અનુસાર કાબુલના 10મા જિલ્લામાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે.
બે હુમલાખોરોની ધરપકડ કરી છે
આ હુમલાની તાત્કાલિક કોઈ સંસ્થાએ જવાબદારી લીધી નથી. તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી દુસ્સાહસી હુમલો છે. અગાઉના હુમલાઓની જવાબદારી ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી(Terrorist attack)ઓ દ્વારા લેવામાં આવી છે જેઓ તાલિબાનના દુશ્મન છે.
સંરક્ષણ મંત્રાલયના તાલિબાનના અધિકારી હિબ્તોલ્લા જમાલે જણાવ્યું હતું કે, છ હુમલાખોરો આવ્યા હતા, જેમાંથી બેને પકડી લેવામાં આવ્યા હતા. તેમણે એ નથી જણાવ્યું કે કેટલા લોકો માર્યા ગયા કે ઘાયલ થયા. પરતું અમારા કર્મચારીઓ અને નાગરિકો સહિત જાનહાનિ થઈ છે, પરંતુ જાનહાનિની સંખ્યા તાત્કાલિક સ્પષ્ટ થઈ શકી નથી.
બે વિસ્ફોટો અને ગોળીબારના ભણકારા નાગરિકો સાંભળ્યા