પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન અબ્દુલ સત્તારનું નિધન - abdul sattar
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના 88 વર્ષીય પૂર્વ વિદેશ પ્રધાન અબ્દુલ સત્તારનું નિધન થઈ ગયું છે. સત્તાર એક રાજકારણી હતા અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ તથા સેનાના તાનાશાહ પરવેઝ મુશરર્ફના કાર્યકાળમાં વિદેશ પ્રધાન હતા.
file
સત્તાર ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે ઐતિહાસિક આગરા શિખર સંમેલનમાં પણ મુશરર્ફની સાથે હતાં. પાક.ના વિદેશ કાર્યાલયે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું કે, અમને એ વાતનું દુ:ખ છે કે, હવે અબ્દુલ સત્તાર નથી રહ્યા. તેમણે પાકિસ્તાનની વિદેશ નીતિઓને લઈ એક પુસ્તક પણ લખ્યું છે.