ગેટ્સએ સ્થાનિક મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકાના સૈનિકોને પરત બોલાવવા પહેલા અફઘાનિસ્તાનની સરકાર સાથે સ્થિરતા અંગેની ચર્ચા કરવી જોઇએ, સાથે જ અફઘાનિસ્તાનના ભવિષ્ય અંગેની સ્થિતિની સમીક્ષા કરવી જોઇએ, વર્તમાન સમયમાં અમેરિકાના 12,000 જેટલા સૈનિકો અફઘાનિસ્તાનમાં ફરજ બજાવી રહ્યા છે.
અમેરિકન આર્મી અફઘાનમાંથી દૂર થશે તો તાલિબાનીઓ ત્યાં કબજો કરશે
વોશિંગટનઃ અમેરિકાના પૂર્વ રક્ષાપ્રધાન રોબર્ટ ગેટ્સએ અફઘાનિસ્તાન પર અમેરિકાના નિયંત્રણ પર મોટી આશંકા સેવી છે. ગેટ્સએ આશંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નિયંત્રણ પાછુ ખેંચી લે અને પોતાના સૈનિકોને અમેરિકા પરત બોલાવશે તો ટૂંક સમયમાં જ તાલિબાનીઓ અફઘાનિસ્તાન પર પોતાનુ નિયંત્રણ લાવી શકે છે.
અમેરિકન આર્મી અફઘાનિસ્તાનમાં
ગેટ્સએ તત્કાલિન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સાથે વર્ષ 2006થી 2011 સુધી રક્ષાાપ્રધાન તરીકે ફરજ બજાવી છે, અમેરિકા મીડિયા રિપોર્ટ અનુસાર, ગેટ્સએ આશંકા વ્યક્ત કરી કે, જો તાલિબાન ફરીથી અફઘાનિસ્તાન પર પોતાનુ નિયંત્રણ લાવશે તો મહિલાઓના અધિકારોનું હનન થશે. ભુતકાળમાં તાલિબાનીઓએ મહિલાઓ પર નોકરી અને સ્કૂલના જવા પર પ્રતિબંઘ મુક્યો હતો.