ગુજરાત

gujarat

ETV Bharat / international

તમામ પક્ષોએ તાલિબાનનો સંપર્ક કરવો જોઇએ અને માર્ગદર્શન આપવું જોઇએ : ચીન

ચીનએ અફઘાનિસ્તાન સંકટ અંગે મોટું નિવેદન આપ્યું છે. ચીને કહ્યું છે કે તમામ પક્ષોએ તાલિબાન સાથે સંપર્ક કરવો જોઇએ અને તેમને માર્ગદર્શન આપવું જોઇએ.

તમામ પક્ષોએ તાલિબાનનો સંપર્ક કરવો જોઇએ અને માર્ગદર્શન આપવું જોઇએ : ચીન
તમામ પક્ષોએ તાલિબાનનો સંપર્ક કરવો જોઇએ અને માર્ગદર્શન આપવું જોઇએ : ચીન

By

Published : Aug 30, 2021, 8:02 PM IST

  • ચીનનું તાલિબાનના સમર્થનમાં નિવેદન
  • તાલિબાનને માર્ગદર્શન આપવાની કરી વાત
  • આર્થિક અને માનવીય સહાયની કરી વકીલાત

ન્યૂઝ ડેસ્ક: ચીનએ અમેરિકાને કહ્યું છે કે અફઘાનિસ્તાન સ્થિતિમાં મૂળભૂત રીતે પરિવર્તન આવ્યું છે અને તમામ પક્ષોએ તાલિબાન સાથે સંપર્ક કરવો જોઇએ અને સક્રિય રૂપે તેમનું માર્ગદર્શન કરવું જોઇએ. ચીને ફરી જણાવ્યું છે કે અમેરિકાના સૈનિકોના પાછા જવાથી અફઘાનિસ્તાનમાં આતંકીઓ ફરી માથું ઉંચકી શકે છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન સાથે અફઘાનિસ્તાનની વણસતી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વાંગ અને બ્લિંકન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અંગે પણ ચર્ચા થઇ હતી.

આર્થિક અને માનવીય સહાય જરૂરી

વાંગએ જણાવ્યું હતું કે ખાસ કરીને અમેરિકાએ અફઘાનિસ્તાનને તાત્કાલિક ધોરણે આર્થિક અને માનવીય સહાય કરવી જોઇએ આ અંગે આતંરરાષ્ટ્રીય સ્તરે એક સાથે આવીને કામ કરવાની જરૂર છે. અફઘાનિસ્તાનમાં નવો રાજનીતિક ઢાંચો, સરકારી સંસ્થાઓને સામાન્ય રીતે ચલાવવા, સામાજીક સુરક્ષા અને સ્થિરતા માટે આતંરરાષ્ટ્રીય સ્તરે એક થઇને કરામ કરવાની જરૂર છે. વાંગે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકા અને નાટો સૈનિકોના જવાથી અફઘાનિસ્તાનમાં રહેતા વિવિધ આતંકી સંગઠનો માથું ઉંચકશે. મહત્વનું છે કે તાલિબાનએ અફઘાનિસ્તાનના ઘણાં શહેર પર કબ્જો મળ્યો છે. આ ઘટના ક્રમ અમેરિકાની સેનાના દેશ છોડીને જવાની જાહેરાત પછી જ થયો છે.

ABOUT THE AUTHOR

...view details