- અફઘાનના વિદેશ પ્રધાન મોહમ્મદ હનીફ સોમવારે નવી દિલ્હી પહોંચ્યા
- બંને વિદેશ પ્રધાનોએ અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું
- અફઘાનિસ્તાન શાંતિ વાર્તાઓ પર ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સર્વસંમતિ બનાવવા પ્રયાસ
આ પણ વાંચોઃઓહ... વિશ્વમાં સૌથી શક્તિશાળી સેના ચીનની છેઃ રિસર્ચ
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોમવારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ હનીફ અતમાર સાથે વ્યાપક મામલાઓ અંગે ચર્ચા કરી હતી, જેમાં અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાન શાંતિ વાર્તાઓ પર ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સર્વસંમતિ બનાવવાના પ્રયાસ થઈ રહ્યો છે. જયશંકર અને અતમારે સુરક્ષા સહયોગને મજબૂત કરવા, ક્ષેત્રીય સંપર્ક સુવિધાઓ અને વેપાર અને રોકાણને વધારવા સહિતના અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાને તેજ કરવાના નવા પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં અતમાર ભારતની ત્રણ દિવસીય યાત્રા પર સોમવારે નવી દિલ્હી પહોંચ્યા છે.