ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાન: કાબુલમાં બોમ્બ વિસ્ફોટ, 7ના મોત

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

7 killed in car explosion in kabul

By

Published : Nov 13, 2019, 12:42 PM IST

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. પોલીસ ડિસ્ટ્રિક્ટ-15ના કસાબા વિસ્તારમાં કારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 7 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીએ જણાવ્યું કે, ઘટના પાછળ કોનો હાથ છે. એ બાહર આવ્યું નથી. હાલ કોઈ સંગઠને વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટ

પોલીસના જણાવ્યા અનુસાર, કાબુલ શહેરના PD-15માં સ્થાનીક સમય મુજબ સવારે 7-25એ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે આસપાસના વાહનોને પણ નુકસાન થયું હતું. ઘટનાના પ્રત્યક્ષસાક્ષીનાં કહ્યાં મુજબ, વિસ્ફોટ ખુબ જ પ્રચંડ હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા, અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details