ઈસ્લામાબાદ: વડાપ્રધાન ઇમરાન ખાનના પ્રધાનમંડળના લગભગ સાત સભ્યોની બે રાષ્ટ્રીયતા છે અથવા તો અન્ય દેશોના કાયમી રહેવાસી છે. બિન-ચૂંટાયેલા સભ્યોની સંપત્તિ અને રાષ્ટ્રીયતા જાહેર કરવા વિપક્ષ દ્વારા વધતી માગને લઇ સરકારે આ વિગતોથી જાહેર કરી હતી.
સરકાર દ્વારા કેબિનેટની વેબસાઇટ પર આ સભ્યોની સંપત્તિ અને રાષ્ટ્રીયતાની વિગતો મુકવામાં આવી છે. વધતી માગને લઇ સરકારે આ પગલું ભર્યું છે.પાકિસ્તાનના માહિતી પ્રધાન શિબલી ફરાજે ટ્વિટ કર્યું છે કે, વડા પ્રધાન ઇમરાન ખાનની સૂચના પર આ માહિતી જાહેર કરવામાં આવી છે. વડા પ્રધાનની નજીકના લોકોને તેમની સંપત્તિ જાહેર કરવા વિપક્ષ દ્વારા માગ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે બે રાષ્ટ્રીયતા ધરાવતા તમામ સભ્યો બિન-ચૂંટાયેલા છે અને વડા પ્રધાનના વિશેષ સહાયકો તરીકે કામ કરી રહ્યા છે, જેને SAPM તરીકે પણ ઓળખાય છે.વડા પ્રધાનના 20 વિશેષ સલાહકારો કે જેઓ બે રાષ્ટ્રીયતા ધરાવે છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે.