મળતી વિગત અનુસાર, શુક્રવારે પુર અને ભૂસ્ખલનની ઘટના સર્જાય હતી. હાલની સ્થિતી અનુસાર ઘટના બાદ પુરના પાણીમાં ઘટાળો જોવા મડ્યો છે, પરંતુ સરકારે સમગ્ર જનતાને સાવચેત રહેવા ચેટવણી આપી છે કારણ કે, હજુ પણ ભારે વરસાદની આગાહી સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ઘટના બાદ 12,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કુલ 184 ધર, 7 શૈક્ષણિક સંસ્થાઓ અને 40 અન્ય જગ્યાઓ નષ્ટ થઈ ગઈ હતી.
ઇન્ડોનેશિયામાં પુર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 30ને પાર
ન્યુઝ ડેસ્કઃ ઈન્ડોનેશિયાના બેંગકુલુ પ્રાંત અને રાજધાની જકાર્તામાં પુર અને ભૂસ્ખલન કારણે સોમવારે મૃત્યુઆંક 31એ પહોંચ્યો હતો. તેમજ 13 લોકોના ગુમ થયાના સમાચાર સામે આવ્યા હતા.
પ્રતિકાત્મક ફોટો
NDMA (National Disaster Management Agency)ના પ્રવક્તા સુતોપો નુગ્રોહોએ કહ્યું હતું કે, પુર અને ભુસ્ખલન કારણે વિજળી સેવા પણ પ્રભાવિત થઈ છે. જેના કારણે ભોગ બનેલા વિસ્તારોમાં સહાયતા પહોચાડવામાં સમય લાગી રહ્યો છે.