ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના વાઇરસ વિશેની માહિતી આપવામાં ચીને વિલંબ કર્યો: WHO

વિશ્વ આરોગ્ય સંસ્થાને ચિંતા હતી કે નવા વાઇરસથી ઉદ્ભવેલા જોખમનું મૂલ્યાંકન કરવા માટે ચીન પૂરતી માહિતી શેર કરી રહ્યું નથી. આંતરિક દસ્તાવેજો, ઇ-મેલ્સ અને સમાચાર એજન્સી એપી દ્વારા પ્રાપ્ત ડઝનેક વાતચીતોના રેકોર્ડમાં આ વાત સામે આવી છે.

WHO
વિશ્વ આરોગ્ય સંસ્થા

By

Published : Jun 3, 2020, 9:35 AM IST

જિનીવા: વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાઇરસ સંબંધિત માહિતી તાત્કાલિક આપવા માટે જાન્યુઆરી મહિનામાં ચીનને વખાણવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ દસ્તાવેજોથી બહાર આવ્યું છે કે નવા વાઇરસને લીધે ચિંતા છે. ચીન તેનાથી ઉદ્ભવતા જોખમોનું મૂલ્યાંકન કરવા માટે પૂરતી માહિતી શેર કરી રહ્યું નથી અને વિશ્વનો મૂલ્યવાન સમય વેડફી રહ્યું છે.

હકીકતમાં, ચીની સત્તાધીશોઓએ આનુવંશિક નક્શા અથવા જીનોમને જાહેર કરવામાં એક સપ્તાહ કરતા વધુ સમય માટે વિલંબ કર્યો હતો, તેમ છતાં તે ચીનની ઘણી સરકારી પ્રયોગશાળાઓમાં સંપૂર્ણ રીતે ડીકોડ થયેલું છે અને પરીક્ષણ, દવાઓ અને રસીઓ માટે વર્ણન શેર કરાયું ન હતું.

સમાચાર એજન્સી એ.પી. દ્વારા પ્રાપ્ત આંતરિક દસ્તાવેજો, ઇ-મેલ્સ અને ડઝનેક વાર્તાલાપના રેકોર્ડમાં ખુલાસો થયો છે કે ચીનની જાહેર આરોગ્ય પ્રણાલીમાં માહિતી અને સ્પર્ધા ઉપર કડક નિયંત્રણ હોવાને મોટાભાગે દોષી ઠેરવવામાં આવ્યા હતા.

સમાચાર એજન્સી દ્વારા મેળવેલા રેકોર્ડિંગ્સ અનુસાર વિશ્વ આરોગ્ય સંસ્થા, નવા વાઇરસના આનુવંશિક નકશા અથવા જીનોમ વિશે તુરંત માહિતી પ્રદાન કરવા માટે, ચીનની સરકારની પ્રશંસા કરી રહી છે.

જોકે, WHOને ચિંતા હતી કે નવા વાઇરસથી ઉદ્ભવેલા જોખમનું મૂલ્યાંકન કરવા માટે ચીન પૂરતી માહિતી શેર કરી રહ્યું નથી અને વિશ્વનો મૂલ્યવાન સમય પસાર કરવામાં આવી રહ્યો છે.

ગ્લોબલ હેલ્થ બોડીના ચીનના અધિકારી ગુઆદેન ગાયેલાએ ચીનના સરકારી ટીવીનો ઉલ્લેખ કરતા એક બેઠકમાં જણાવ્યું હતું કે, સીસીટીવી પર માહિતી આવ્યાના 15 મિનિટ પહેલા તેમણે અમારી સાથે આ માહિતી શેર કરી હતી.

રોગચાળાની પ્રારંભિક સુચના એવા સમયે આવી છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી શંકાના દાયરામાં છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રોગચાળો છુપાવવા માટે ચીન સાથે જોડાણ કરવાના આક્ષેપ સાથે WHO સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દાવો કર્યો છે કે તેમનો દેશ હંમેશા વિશ્વ આરોગ્ય સંસ્થાને અને વિશ્વને માહિતી પ્રદાન કરે જ છે.

ABOUT THE AUTHOR

...view details