વૉશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં ઔપચારિક રીતે અલગ થવાની જાહેરાત કરી છે. અમેરિકાની સ્થાનિક સમાચાર વેબસાઇટ રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ આ નિર્ણયની પુષ્ટિ કરી છે.
અમેરિકા સત્તાવાર રીતે WHOમાંથી અલગ થયું, આરોપ હતો- WHO પર ચીનનું નિયંત્રણ - સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ
અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ઔપચારિક રીતે અલગ થવાની જાહેરાત કરી છે. અમેરિકાની સ્થાનિક સમાચાર વેબસાઇટ રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ આ નિર્ણયની પુષ્ટિ કરી છે.
અમેરિકા
આ નિર્ણયને સોમવારથી લાગુ કરવામાં આવ્યો છે, તેમજ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને આ બાબતે જાણ કરવામાં આવી છે. ટ્રમ્પે મે મહિનામાં ડબ્લ્યુએચઓથી યુએસને અલગ કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે, ડબ્લ્યુએચઓ પર ચીનનું નિયંત્રણ છે અને કોવિડ-19ને લઇને આરોગ્ય વિશેની મહત્વપૂર્ણ માહિતી પછીથી બહાર પાડવામાં આવી હતી. જેના લીધે કોરોનાએ અમેરિકાને સૌથી વધુ અસર કરી છે.