- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક અને વીચેટ પર લગાવ્યો હતો પ્રતિબંધ
- રાષ્ટ્રપતિ જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને રદ કર્યો
- બાઈડન રાષ્ટ્રીય સુરક્ષા જોખમોની ઓળક કરવા પોતે સમીક્ષા કરશે
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક નવો નિર્ણય લીધો છે. અમેરિકામાં ટિકટોક, વીચેટ અને અન્ય 8 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર રોક લગાવી દેવાઈ છે. હવે જો બાઈડન તંત્ર દ્વારા એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ એપ્લિકેશનને લઈને તપાસ કરવામાં આવશે. આ સાથે જ આ નિષ્કર્ષ કાઢવામાં આવશે કે, શું આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી અમેરિકાની સુરક્ષાને જોખમ છે કે નહીં.
રાષ્ટ્રપતિ જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને રદ કર્યો આ પણ વાંચો-દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીજીની પપૌત્રીને 62 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે 7 વર્ષની જેલ
વિશ્લેષણ કરવાનો નિર્દેશ અપાયો
આપને જણાવી દઈએ કે, અમેરિકી તંત્રએ ચીનની ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ નિર્ણય પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો. જોકે, આ નિર્ણય પરત લઈ લેવાયો છે. વ્હાઈટ હાઉસના એક નવા કાર્યકારી આદેશમાં વાણિજ્ય વિભાગને ચીન દ્વારા બનાવવામાં આવેલી, નિયંત્રિત અને પહોંચાડવામાં આવતી એપ સાથે જોડાયેલી લેવડદેવડનું પ્રમાણ આધારિત વિશ્લેષણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો-પાકિસ્તાનના બજારમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ, 8ના મોત
ટ્રમ્પે 2020માં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો
જો બાઈડન તંત્રના આ નિર્ણયથી અમેરિકાની તે વર્તમાન ચિંતાની જાણ થાય છે કે, ચીન સાથે જોડાયેલી એપ પાસે અમેરિકાના લોકોનો ખાનગી ડેટા હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે 2020માં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમેરિકાની કોર્ટે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્ર્પતિ ચૂંટણીના કારણે ટિકટોકનો મુદ્દો ચર્ચામાંથી ગાયબ થયો હતો.