ગુજરાત

gujarat

ETV Bharat / international

ક્રિસમસ પર જ ફિલિપાઇન્સમાં 'ફનફોન' એ સર્જ્યો વિનાશ - ફનફોન

મનીલા : મધ્ય ફિલિપાઇન્સમાં ક્રિસમસના દિવસે જ વાવાઝોડુ 'ફનફોન' એ વિનાશ સર્જ્યો છે, જેમાં કેથોલિક બહુલ દેશના લાખો લોકોને ક્રિસમસના દિવસે જ વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. આ વાવાઝોડુ મંગળવારના રોજ આવી પહોંચ્યું હતું.

ક્રિસમસ પર જ તૂફાન 'ફનફોન' એ ફિલિપીનમાં સર્જ્યો વિનાશ
ક્રિસમસ પર જ તૂફાન 'ફનફોન' એ ફિલિપીનમાં સર્જ્યો વિનાશ

By

Published : Dec 25, 2019, 5:35 PM IST

વાવાઝોડાના કારણે બુધવારના રોજ 10,000 હજાર લોકો ફસાયા હતા જે તમામને ઉંચાઇ પર ખસેડ્યા હતા. વાવાઝોડાએ લોકોના મકાન અને વૃક્ષોને ધરાશાયી કરી નાખ્યા છે. આ સમગ્ર વાવાઝોડાને કારણે શહેરમાં અંધકાર છવાઇ ગયો છે.

મળતી માહિતી મુજબ હાલમાં શહેરમાં પુરના પાણીઓ ભરાઇ ગયા છે, જો કે અત્યાર સુધીમાં મોતની પુષ્ટી થઇ નથી.

સુરક્ષા અધીકારીઓએ જણાવ્યું કે સ્કુલ, જિમ અને સરકારી બિલ્ડીગોમાં 16 હજારથી પણ વધુ લોકોએ રાત પસાર કરી હતી.

ABOUT THE AUTHOR

...view details