અમેરિકા: ભારતની જેમ અમેરિકા પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આ સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ મામલે તેમનું પ્રશાસન તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે, ટિકટોક સિવાય પણ તેમની પાસે બીજા વિકલ્પો છે. જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવીએ કે, ભારતમાં ચીની ઍપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાથી અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધની માગ વધી છે.