ગુજરાત

gujarat

ETV Bharat / international

કિમ જોંગને ફરીથી જનતા વચ્ચે જોઈને ખૂબ ખુશ છુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ - ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂઝ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે, ઉત્તર કોરિયા નેતા કિમ જોંગને ફરીથી જાહેર કાર્યોમાં જોઈને ઘણા ખુશ છે.

કિમજોંગ
કિમજોંગ

By

Published : May 3, 2020, 12:38 PM IST

વૉશિગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે કહ્યું હતું કે, ઉત્તર કોરિયા નેતા કિમ જોંગને ફરીથી જાહેર કાર્યોમાં જોઈને ઘણા ખુશ છે.

છેલ્લા કેટલાય સમયથી કિમ જોંગ બીમાર હોવાની અનેક અટકળો સામે આવી રહી હતી. ત્યારે લગભગ 3 અઠવાડિયા બાદ કિંગ જોંગને જનતા વચ્ચે જોઈને ઘણી ખુશી થતી હોવાનું ટ્રમ્પે ટ્વીટ કરી જણાવ્યું હતું.

ઉત્તર કોરિયાના નેતા પ્યોંગયાંગના ઉત્તર સનચોનમાં શુક્રવારે એક ઉર્વરક ફેક્ટરીનું ઉદ્ઘાટન થયું હતું. જેમાં કિમ જોગ પણ સામેલ થયા હ તાં. ઉત્તર કોરિયાની સરકારી ચેનલમાં તેઓ લોકો સાથે હળતા મળતા જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે, 11 એપ્રિલ બાદ પહેલીવાર તેઓ જાહેરમાં જોવા મળ્યા હતાં. છેલ્લા કેટલાય સમયથી તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અહેવાલ સામે આવી રહ્યાં હતા. જેમાં તે દિવગંત દાદાના આયોજિત સમારોહ બાદ બીમાર થયા હોવાની ખબરો સામે આવી હતી.

ABOUT THE AUTHOR

...view details