ડોનાલ્ડ ટ્રમ્પે એક ન્યૂઝ પેપર સાથે વાતચીત કરતા કહ્યું કે, તે મારા ટાઈપની નથી. આવું ક્યારે થયું જ નથી. ટ્રમ્પે કહ્યું કે, ઈ. જીન. કૈરોલ ખોટું બોલી રહી છે. અગાઉ ટ્રમ્પે કૈરોલ પર આરોપ લગાવ્યો હતો કે, તે પોતાના નવા પુસ્તક વહેંચવાની કોશિશ કરી રહી છે જે માટે ખોટું બોલી રહી છે. 75 વર્ષીય કૈરોલે એક પત્રિકામાં લેખમાં આરોપ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ પર યૌન શોષણ પર આરોપ લગાવનારી 16મી મહિલા છે.
યૌન શોષણના આરોપ મુકનાર મહિલા પર ટ્રમ્પે આપ્યું નિવેદન, કહ્યું "મહિલા મારા ટાઈપની નથી"
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેખિકા ઈ. જીન. કૈરોલ દ્વારા મૂકવામાં આવેલા યૌન શોષણના આરોપને ફરી એક વખત નકારી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે, તે મારા ટાઈપની નથી. મહિલા 1990ના દાયકામાં એક ટેલીવિઝન શો હોસ્ટ કરી ચુકી છે. કૈરોલે આરોપ મુક્યો હતો કે, 90ના દાયકાના મધ્યમાં ટ્રમ્પે એક કપડાંના સ્ટૉરના ડ્રેસિંગ રૂમમાં તેનું યૌન શોષણ કર્યું હતું.
યૌન શોષણના આરોપ પર ટ્રમ્પે કહ્યું કે, "મહિલા મારા ટાઈપની નથી"
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પર આવા આરોપ વારંવાર મૂકાતાં રહ્યા છે. અગાઉ બે મહિલાઓએ ભૂતકાળમાં ટ્રમ્પે તેમની સાથે અજુગતી ચેષ્ટાઓ કરી હોવાનો આરોપ મૂક્યો ત્યારે પણ ટ્રમ્પે પોતે આવી ફિગરલેસ મહિલાઓ તરફ નજર કરતાં નથી એવો નફ્ફટ જવાબ આપ્યો હતો.