આ લેખ ટાઈમની વેબસાઈટ પર મંગળવારના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં એક પ્રશ્ર પૂછવામાં આવ્યો છે કે, કેવી રીતે આ કથિત વિભાજનકારી વ્યક્તિ ફક્ત સત્તામાં જ કાયમ ન રહ્યા પરંતુ તેના ટેકેદારો ઔર વધી ગયા છે..? "અને આ પ્રશ્નનો જવાબ આપતાં આ લેખમાં જણાવ્યું હતું કે," એક મુખ્ય પરિબળ એ છે કે, મોદી ભારતની સૌથી મોટી નબળાઈ: જાતિ ભેદભાવને દૂર કરવામાં સફળ રહ્યા છે.
ટાઈમ મેગેઝીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ડિવાઈડર ઈન ચીફ' જણાવ્યા તેના લેખક મનોજ લાડવાએ મોદીને આ એક જૂટતાના સુત્રધારના રુપમાં ઉભરવાનો શ્રેય તેમને પછાત જાતિમાં જન્મ લેનાર પર આપ્યો છે.
લેખમાં લાડવાએ લખ્યું કે, "નરેન્દ્ર મોદીનો જન્મ ભારતમાં સૌથી વંચિત સામાજિક જૂથોમાંથી એકમાં થયો હતો જેમાથી તે ટોચ પર પહોંચ્યા હતા. તે મહત્ત્વાકાંક્ષી કામદાર વર્ગને પ્રતિબિંબિત કરે છે અને આપણા દેશના સૌથી ગરીબ નાગરિકોના રુપમાં પોતાની ઓળખ રજૂ કરી શકે છે. જેવા કે સ્વતંત્રતા બાદ 72 વર્ષમાં સૌથી વધુ સમય ભારતની સત્તા પર રહેનાર નેહરુ-ગાંધી રાજકીય વંશ પણ ક્યારેય નથી કરી શક્યા"
મેગેઝીન દ્રારા પ્રકાશિત કરાયેલો લેખ તેઓએ 1971 માં ઇંદિરા ગાંધીને મળેલી ભરખમ જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "તેમ છતાં પણ મોદીની નીતિઓ વિરુદ્ધ કડક અને વારંવાર અનુચિત ટીકા હોવા છતાં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન અને તેમની આ સમયની ચુંટણી દરમિયાન છેલ્લા પાંચ દાયકાઓમાં કોઈ પણ વડા પ્રધાન ભારતીય મતદારોને આટલા એક સાથે નથી કરી શક્યા જેટલા તેઓએ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ટાઈમ એક સંકટગ્રસ્ત પત્રિકા છે. જેની માલિકી એક વર્ષમાં બે હાથમાં ચાલી ગઈ છે. ગયા વર્ષે માર્ચમાં તેને બેટર હોમ્સ અને ગાર્ડન્સ જેવી મેગેઝીનના પ્રકાશક મેરિડિથે ખરીદ્યું હતુ અને તેના બાદ સપ્ટેમ્બરમાં આ ફરી વેચાયું હતું, જ્યારે સેલ્સફોર્સના સ્થાપક અને ટેક ઉદ્યમી માર્ક બેનિઓફ અને તેની પત્ની દ્વારા તેને ખરીદવામાં આવ્યું હતું.
જો કે, લાડવાએ તાજેતરના લેખમાં લખ્યું છે કે, "સામાજિક વિકાસશીલ નીતિઓ દ્વારા, તેઓએ (મોદી) ઘણાય ભારતીય- હિંદુ અને ધાર્મિક લઘુમતીઓ બંનેને અગાઉની પેઢીની તુલનામાં ગરીબી કરતાં ઝડપી ગતિએ બહાર કાઢ્યા છે." લાડવા ઇન્ડિયા ગ્લોબલ બિઝનેસ પ્રકાશિત કરનારી બ્રિટનની મીડિયા કંપની ઇન્ડિયા ઇન્ક. ના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે.