ન્યૂયોર્ક: લોસ એન્જેલસ સ્થિત ઇન્ટરનેટ પૌધૌગિકી કંપની ટિકટોકે 24 ઓગસ્ટના અમેરિકાની એક અદાલતમાં એક અભિયોગ પ્રસ્તુત કર્યો છે. જેમાં ઔપચારિક રૂપથી અમેરિકી સરકાર પર ટિકટોક અને તેની પેરેન્ટ કંપની બાઇટડાન્સને લગતા ગેરકાયદે વહીવટીય આદેશનો આરોપ મૂક્યો હતો.
ટિકટોકે અમેરિકી સરકાર સામે કર્યો દાવો, કહ્યું- વહીવટીય આદેશની પ્રક્રિયા ગેરકાયદે
ટિકટોકે ઔપચારિક રીતે અમેરિકી સરકાર પર દાવો કર્યો છે. ટિકટોકે આરોપ લગાવ્યો છે કે, વહીવટી આદેશો આપવાની પ્રક્રિયા ગેરકાયદે છે. જેનાથી કંપનીના બંધારણીય હક્કોનું ઉલ્લંઘન થયું છે.
ટિકટોકે અમેરિકી સરકાર સામે દાવો કર્યો
કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો રજૂ કરતી વખતે ટિકટોકે આક્ષેપ કર્યો હતો કે, વહીવટી આદેશ આપવાની પ્રક્રિયા ગેરકાયદે હતી. જેનાથી કંપનીના બંધારણીય હક્કોનું ઉલ્લંઘન થયું છે. વહીવટીય આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય આપાત આર્થિક અધિકાર અધિનિયમના આધારે પગલાં લીધા છે. જે ખરેખર કાયદાનો દુરૂપયોગ છે.