ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારતીય નાગરીકને H-1B વીઝા નહીં મળતા અમેરિકન સરકાર સામે કેસ દાખલ - GUAJRATI NEWS

વોશિંગ્ટન: સિલિકોન વૅલીની એક IT કંપનીએ ભારતના નાગરિકને બિઝનેસ સિસ્ટમ એનાલિસ્ટ તરીકે નોકરી ઓફર કરી હતી. પરંતુ USCISએ આ ભારતીય નાગરીકને H-1B વીઝા આપવાનું ના કહી દીધું હતું. જેથી નોકરી ઓફર કરનારી કંપનીએ અમેરિકા સરકાર સામે કોર્ટમાં કેસ કર્યો છે.

ભારતીય નાગરીકને H-1B વીઝા નહીં મળતા અમેરિકા સરકાર સામે થયો કેસ

By

Published : May 17, 2019, 7:41 PM IST

સિલિકોન વૅલીની જેટ્રા સોલ્યુશન્સ કંપનીએ ભારતીય નાગરિક પ્રહર્ષ ચંદ્ર સાઈ વેંકટ અનીસેટ્ટીની બિઝનેસ સિસ્ટમ એનાલિસ્ટ તરીકે નિમણુંક કરી હતી. તેમની પાસે એન્જીનિયરીંગની સ્નાતક ડીગ્રી છે. તેમણે ટૅક્સાસ યુનિવર્સિટીમાંથી M.SC કર્યુ છે. પાત્રતા ના હોવાનું કારણ આપી યુનાઈટેડ સ્ટેટ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (USCIS) એ પ્રહર્ષ અનીસેટ્ટીને વીઝા આપવા માટે હાથ અધ્ધર કરી લીધા હતા.

આ નિર્ણયની સામે જેટ્રા સોલ્યુશંસ કંપની અમેરિકા સરકારને કોર્ટમાં ઢસડી ગઈ છે. કંપનીએ સરકાર સામે આરોપ મુક્યો છે કે, સરકારે કોઈ પણ આધાર વગર વિઝાના આવેદનને અમાન્ય ગણાવ્યો છે. સરકારની આ મનમાની છે. વિચાર્યા વગરનો નિર્ણય લઈ પોતાની સત્તા અને અધિકારોનો દુરુપયોગ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details