લંડન : દિગ્ગજ બ્રિટિશ ' ધ રૉલિંગ સ્ટોન્સ'ને અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની અભિયાન રેલીમાં તેમના ગીતનો ઉપયોગ કરે છે, તો તેમણે કાયદાકીય કાર્યવાહીનો સમાનો કરવો પડી શકે છે.
બ્રિટિશ રૉક બૈન્ડ ' ધ રૉલિંગ સ્ટોન્સે' ટ્રંપને આપી ચેતવણી કહ્યું રેલીમાં અમારા ગીતનો ઉપયોગ ન કરે
બ્રિટિશ રૉક બૈન્ડ ' ધ રૉલિંગ સ્ટોન્સ'ની કાનૂની ટીમે કહ્યું કે, તેમના સંગીતનો અનધિકૃત ઉપયોગ રોકવા માટે પ્રદર્શન અધિકારી સંગઠન BMIની સાથે કામ કરી રહ્યા છે. જો ટ્રમ્પ તેમના અભિયાનની રેલીમાં તેમના ગીતનો ઉપયોગ કરશે તો તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ETV BHARAT
બૈન્ડ કાનૂની ટીમે કહ્યું કે, તે તેમના સંગીતનો અનધિકૃત ઉપયોગને રોકવા માટે પ્રદર્શન અધિકાર સંગઠન BMIની સાથે કામ કરી રહ્યા છે. BMI સ્ટોન્સની તરફથી ટ્રમ્પના પ્રચારકોને જાણ કરવામાં આવી છે કે,પરવાનગી વગર તેમના ગીતોનો ઉપયોગ કરવો તે લાઇસન્સ કરારનું ઉલ્લંધન હશે. જે બાદ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે ઓક્લાહોમાના ટુલ્સામાં આયોજિત ટ્રમ્પ અભિયાનમાં બૈન્ડના ગીત “You Can’t Always Get What You Want”નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.