વોશિંગ્ટન : ભારતીય મુળના અમેરિકી નેતા નિક્કી હેલીએ ચીન પર આરોપ લગાવ્યો છે. આ તકે આરોપ લગાવતા હેલીએ કહ્યું કે ચીન કોરોનાને લઇને આંકડાઓ છુપાવી રહી છે. ચીનમાં જો કોરોનાના કહેરની વાત કરવામાં આવે તો 82 હજાર લોકો સંક્રમિત થયા છે જ્યારે 3300 લોકોના મોત નિપજ્યા છે. જોવામાં આવે તો આ આંકડો સાચો નથી.
આ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સિએ વ્હાઇટ હાઉસને ચીન દ્વારા બહાર પડેલા આંકડાઓ પર ભરોસો ન કરવા સલાહ આપી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પત્રકારોને કહ્યું કે અમેરીકાને ચીનના આંકડાઓ પર ભરોસો નથી.