વૉશિંગ્ટન: બાસ્કેટબ લેજન્ડ માઇકલ જોર્ડે શુક્રવારે સમાનતા, સામાજિક ન્યાય અને શિક્ષણને વધારે મજબૂત કરવા માટે સમર્પિત સંસ્થાઓને આગામી 10 વર્ષમાં 100 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે.
ડેરેક ચૌવિન તરીકે ઓળખાતા પોલીસ અધિકારી, જ્યોર્જ ફ્લોયડના ગળા પર ઘૂંટણ દબાવતા તેનું મોત થયા બાદ 'રંગભેદ'નો ભારે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ યુએસમાં જાહેરાત કરાઈ છે.
ચેમ્પિયન જોર્ડન અને જોર્ડન બ્રાન્ડ કહ્યું હતું કે, આ કોઈ વિવાદિત નિવેદન નથી. મારા મતે જ્યાં આપણા દેશના વહીવટી તંત્રમાં પરિવર્તન નહીં ત્યાં સુધી અમે કાળા લોકોના જીવનની સુરક્ષા અને સુધારણા માટે કટિબદ્ધ રહીશું,"
માઇકલ જોર્ડન અને જોર્ડન બ્રાન્ડે જાહેરાત કરી હતી કે, આગામી 10 વર્ષમાં વંશીય સમાનતા, સામાજિક ન્યાય અને શિક્ષણ સુધી વધારે પહોંચની ખાતરી આપવા માટે સમર્પિત સંસ્થાઓને 100 મિલિયન ડોલરનું દાન આપશે."
આ પહેલા સોમવારે જોર્ડને પોલીસના હાથે કાળા લોકો અને જ્યોર્જ ફ્લોયડની હત્યા અંગે નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "હું ખૂબ દુઃખી છું, સાથે ગુસ્સે પણ છું. હું દરેકની પીડા, આક્રોશ અને હતાશા જોઉં છું અને અનુભવું છું. હું તે લોકો સાથે ઉભો છું.”
ઉલ્લેખનીય છે કે, જોર્જ ફ્લોયડનું ગળુ દબાવનાર પોલીસ અધિકારી ચૌવિનને બરતરફ કરવામાં આવ્યા છે અને થર્ડ ડિગ્રી હત્યા આરોપ મૂકવામાં આવ્યો છે. ફ્લોયડના મોતનો વીડિયો સામે આવ્યા બાદ ત્રણ અન્ય અધિકારીઓને પણ કાઢી મૂકવામાં આવ્યા છે.