ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇરાનમાં ટ્રમ્પની વિરુધ્ધ ધરપકડનું વોરન્ટ

ઇરાને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ ઈશ્યુ કર્યું છે અને તેમની ધરપકડ માટે ઇન્ટરપોલની મદદ માગી છે. ઇરાને આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પ અને 30 થી વધુ અન્ય લોકો આ વર્ષે 3 જાન્યુઆરીએ બગદાદમાં થયેલા હુમલામાં સામેલ હતા. તે હુમલામાં જનરલ કાસિમ સુલેમાની શહીદ થયા હતા. આ જ કેસમાં ટ્રમ્પ અને અન્ય લોકો સામે આ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે.

ટ્રમ્પની વિરુધ્ધ ધરપકડનું વોરન્ટ જારી
ટ્રમ્પની વિરુધ્ધ ધરપકડનું વોરન્ટ જારી

By

Published : Jun 29, 2020, 10:35 PM IST

તેહરાન: ઈરાને બગદાદમાં ડ્રોન હુમલામાં એક ઈરાની જનરલની મોત અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય લોકોની ધરપકડ માટેનું વોરન્ટ કાઢી ઇન્ટરપોલની મદદ માગી છે.

ઇરાન દ્વારા લેવામાં આવેલા પગલાથી ટ્રમ્પને કોઈ ખતરો નથી., પરંતુ આ આક્ષેપો ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને દર્શાવે છે. ટ્રમ્પના ઈરાન સાથેના પરમાણુ કરારથી અલગ થયા બાદ બંને દેશો વચ્ચે ફરી તણાવ વધી ગયો છે.

તેહરાનના ફરિયાદી અલીકાસીમહરે કહ્યું કે, ઈરાને ટ્રમ્પ અને 30 થી વધુ અન્ય લોકો પર બગદાદમાં 3 જાન્યુઆરીના હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ જ હુમલામાં જનરલ કાસિમ સોલિમાની શહીદ થયા હતા.

અર્ધ-સરકારી સંવાદ એજન્સી આઈએસએનના સમાચાર અનુસાર, અલકાસીમરે ટ્રમ્પ સિવાય અન્ય કોઈની ઓળખ કરી નથી. પરંતુ ભારપૂર્વક કહ્યું કે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયા પછી પણ ઈરાન કાર્યવાહી ચલાવશે.

ABOUT THE AUTHOR

...view details