- ભારતમાં રોકાણકારો માટે ઉતમ તકઃ કેન્દ્રીય નાણાપ્રધાન
- ગુજરાતમાં GIFT સિટીમાં ઘણી તકો છે
- એમવેના સીઇઓ મિલિંદ પંતની બેઠકમાં વિભિન્ન ક્ષેત્ર પર ચર્ચા થઈ
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે(Nirmala Sitharaman) ટોચની અમેરિકન કંપનીઓના એક્ઝિક્યુટિવ્સને કહ્યું કે, ભારતમાં રોકાણકારો અને બિઝનેસ કંપનીઓ માટે તકોની ઐશ્વર્ય છે. સીતારમણ અમેરિકાની કેટલીક ટોચની કંપનીઓના અધિકારીઓને મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત તેમને વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપી.
ઉલ્લેખનીય છે કે સીતામરણ હાલમાં અમેરિકાની રાજધાનીમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકોમાં હાજરી આપવા માટે છે. આ બે સંસ્થાઓની બેઠક દરમિયાન, તે ભારતમાં હાજર રહેલી અમેરિકાની કેટલીક ટોચની કંપનીઓના સીઈઓને પણ મળી રહી છે અને ત્યાં રોકાણની તકોનું મૂડીકરણ કરવામાં રસ દાખવી રહી છે.
આ પણ વાંચોઃનાણાપ્રધાને બેંકના કર્મચારીના પેન્શન અંગે કહી આ વાત, થશે ફાયદો.
આગામી વર્ષોમાં ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા
મંત્રાલયે કહ્યું કે, એમવેના સીઇઓ મિલિંદ પંત (Milind Pant, CEO of Amway) સાથેની બેઠક દરમિયાન સંશોધન અને વિકાસ, મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન, નવીનીકરણ અને પોષણ સંબંધિત ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી. નાણાંપ્રધાને તાજેતરની પહેલનો ઉલ્લેખ કર્યો જેમ કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન લોન્ચ કરે છે અને ગુજરાતમાં GIFT સિટીમાં ઘણી તકો છે. પ્રધાનને 1998થી ભારતમાં કંપનીની હાજરી, કામગીરી અને આગામી વર્ષોમાં રોકાણ કરવાની ઈચ્છા પર ભાર મૂક્યો હતો.