વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી
અમેરિકાના 46માં રાષ્ટ્પતિ બન્યા જો બાઈડન, કમલા હેરિસ બન્યાં ઉપરાષ્ટ્રપતિ
22:36 January 20
વડાપ્રધાન મોદીએ પાઠવી શુભકામના
22:25 January 20
અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા જો બાઈડન
જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા
22:20 January 20
કમલા હેરિસ બન્યા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા
22:17 January 20
ઉપરાષ્ટ્રપતિના પદની શપથ લેવા કમલા હેરીસ પહોંચી સમારોહમાં
ઉપરાષ્ટ્રપતિના પદની શપથ લેવા કમલા હેરીસ સમારોહમાં પહોંચી છે.
22:02 January 20
શપથ ગ્રહણમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પહોંચ્યા
બાઈડેન-હેરીસના શપથ ગ્રહણમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ પહોંચ્યા છે
21:44 January 20
પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ ટ્વિટ કરીને બિડેનને શુભેચ્છા પાઠવી
પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ ટ્વિટ કરીને બિડેનને શુભેચ્છા પાઠવી
21:43 January 20
નવા પ્રશાસને સફળતા માટે શુભકામનાઓઃ ટ્રમ્પ
નવા પ્રશાસને સફળતા માટે શુભકામનાઓઃ ટ્રમ્પ
21:30 January 20
જો બાઇડન અને કમલા હેરીસ કૈપિટોલ પહોંચ્યા
બાઇડન અને કમલા હૈરીસનો શપથ ગ્રહણ સમારોહ : બિલ અને હિલેરી ક્લિંટન પહોંચ્યા
જો બાઇડન અને કમલા હેરીસ કૈપિટોલ પહોંચ્યા
વોશિંગટનઃ અમેરિકાના 45 મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા આજે વ્હાઇટ હાઉસથી રવાના થયા છે. સમયપત્રક મુજબ, આજે રાત્રે 11 વાગ્યે (ભારતીય સમય મુજબ) જો બાઈડેન 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. કમલા હેરિસ તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લઈ રહ્યા નથી અને વ્હાઈટ હાઉસથી વિદાય લઈ ફ્લોરિડા સ્થિત પોતાના કાયમી નિવાસ માર-આ-લાગો એસ્ટેટ માટે રવાના થઈ ગયા હતા.
રિપબ્લિકન ટ્રમ્પને બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મળી ન હતી. 1992 માં જ્યોર્જ એચડબલ્યુ બુશ પણ બીજી વાર વ્હાઇટ હાઉસ પહોંચી શક્યા ન હતા.
રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળના અંતિમ કલાકોમાં ટ્રમ્પે તેમના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનન સહિત 140 થી વધુ લોકોને માફ કરી દીધા હતા.