- ડોનાલ્ડ ટ્રમ્પે કરી જો બાઈડેનની નિંદા
- બાઈડેનની નિકાસી પ્રક્રિયા પર ઉઠાવ્યો વાંધો
- કેટલાય આંતકવાદીઓ આવ્યા હશે અમેરીકા
વોશ્ગિંટન: અફઘાન નીતિયોને લઈને અમેરીકી રાષ્ટ્રપતિ પર શરૂથી જ હુમલો કરનાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એકવાર ફરી હુમલો કર્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે અને બની શકે છે કે, નિકાસી પ્રક્રિયાના રૂપમાં કાબુલમાં હજારો આંતકવાદી એરલિફ્ટ કરવામાં આવ્યા હશે અન કેટલાય દેશની બહાર નિકળી ગયા હશે. ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે," જો બાઈડેનએ અફઘાનિસ્તાનને આંતકવાદીઓના હવાલે કરી દીધુ અને આપણા નાગરિકોની સામે સેનાની હટાવીને હજારો અમેરીકીઓને મરવા છોડી દીધા છે".
માત્ર 4,000 અમેરીકી નાગરીક
ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું કે," હવે અમને એ જાણકારી મળી રહી છે કે, અફઘાનિસ્તાનમાંથી 26,000 લોકોના કાઢવામાં આવ્યા છે તેમાંથી માત્ર 4,000 અમેરીકીઓ છે". પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે," આપણે ખાલી કલ્પના કરી શકીએ છે કે અફઘાનિસ્તાન થી આખી દુનિયામાં કેટલાય આંતકવાદીઓ એરલિફ્ટ કરવામાં આવ્યા છે. કેટલી ભયનાક નિષ્ફળતા છે. આ વિશે કોઈ તપાસ નથી." તેમણે સવાલ કરતા કહ્યું કે," જો બાઈડેન અમેરીકામાં કેટલા આંતકવાદી લાવવામાં આવ્યા, આપણને ખબર નથી"