મદદ લેવાની ના પાડ્યા બાદ બોલસોનારોએ સોમવાપના રોજ કહ્યું હતું કે, બ્રાઝિલ કોઈ કંગાળ વિસ્તાર નથી, મૈક્રોના પ્રસ્તાવ પાછળ ખાસ પ્રકારનો એજન્ડા છે.
એમેજોન જંગલમાં વિકરાળ આગ, બ્રાઝિલે G-7 દેશો પાસે મદદ લેવાની ના પાડી
બ્રાઝિલીયા: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાએર બોલસોનારોએ એમેજોનના જંગલમાં લાગેલી વિકરાળ આગથી છૂટકારો મેળવવા માટે જી-7 દેશો પાસેથી 2.2 કરોડ ડૉલરની મદદ લેવાનો ઈન્કર કરી દીધો છે. એમેજોન જંગલમે પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. જી-7 દેશના સહયોગની જાહેરાત ફ્રાન્સના રાષ્ટ્રપતિ અમૈનુએલ મૈક્રોએ સોમવારના રોજ કરી હતી.
ians
બોલસોનારોએ રક્ષાપ્રધાનને આ અંગે જણાવ્યું હતું કે, એમેજોનના આગ કાબૂમાં આવે તેવી નથી.
બ્રાઝિલના રાષ્ટ્રપતિનું કહેવું છે કે, મૈક્રો વિશ્વ વિરાસતમાં સામેલ એક ચર્ચમાં લાગેલી આગની ઘટનાને તો રોકી શકતા નથી તે અમને શું શિખામણ આપવાના હતા.