ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રાઝિલમાં ચાર્ટેડ પ્લેન ક્રેશ થતાં ચારનાં મોત

બ્રાઝિલના સીએરા સ્ટેટમાં કોરોના વાઈરસના સંક્રમિત ડોક્ટરને લઈ જતું એક ચાર્ટેડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પ્લેનમાં સવાર તમામ 4 લોકોનાં મોત થયા છે.

બ્રાઝિલમાં ચાર્ટેડ પ્લેન ક્રેશ થતાં ચારનાં મોત
બ્રાઝિલમાં ચાર્ટેડ પ્લેન ક્રેશ થતાં ચારનાં મોત

By

Published : May 17, 2020, 5:40 PM IST

બ્રાઝિલઃ બ્રાઝિલના સીએરા સ્ટેટમાં કોરોના વાઈરસના સંક્રમિત ડોક્ટરને લઈ જતું એક ચાર્ટેડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પ્લેનમાં સવાર તમામ 4 લોકોનાં મોત થયા છે.

બીમાર ડોક્ટરને તેના ગૃહરાજ્યમાં સઘન સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વિમાનમાં પાયલટ ઉપરાંત બિમાર ડોક્ટર અને તેની સારવાર કરનારા બે તબીબી કર્મચારીઓ સહિત કુલ ચાર લોકો હતા.

જોકે, સીએરા ફાયર ડિપાર્ટમેન્ટ અને સાઓ બર્નાર્ડો મ્યુનિસિપાલિટી આ અંગે કોઇ જાણકારી આપી ન હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details