ગુજરાત

gujarat

ETV Bharat / international

Covid 19: ન્યૂ યોર્કમાં આરોગ્ય કર્મચારીઓની લડતને સમ્માન આપવા પિરામિડ રોશનીથી શણગાર્યુ

વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારીમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં ડૉક્ટર્સનો પણ સમાવેશ થાય છે, ત્યારે ન્યૂ યોર્ક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ અને ઇજિપ્ત પિરામિડમાં કોવિડ 19 સાથે સંકળાયેલા આરોગ્ય કર્મચારીઓની લડતને સમ્માન આપવા લાઇટ કરવામાં આવી હતી. આ વાઇરસથી વિશ્વભરમાં 35,000થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Etv Bharat, Gujarati NEws, Covid 19, Corona Virus
Monuments in NY, Gaza light up to honour health workers

By

Published : Mar 31, 2020, 9:05 AM IST

ગાઝા: ન્યૂ યોર્કનું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ એક એમ્બ્યુલન્સની જેમ લાઇટ કરવામાં આવ્યું હતું. શહેરમાં કોરોના વાઇરસના ફેલાવા સામે લડત આપી રહેલા આરોગ્ય કર્મચારીઓના સમ્માનમાં લાઇટ સળગાવવામાં આવી હતી.

આઇકોનિક ગગનચુંબી ઇમારતની ટોચ લાલ રંગની હતી, જેમાં ફરતી લાલ અને સફેદ લાઇટ્સ સાયરન જેવું જોવા મળી રહ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ ન્યૂ યોર્કમાં એક જ દિવસમાં મૃત્યુઆંક 250થી વધ્યો છે અને 1200થી વધુ લોકો તેનો શિકાર થયા હતા. જેમાંના મોટા ભાગના શહેમાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એવી જ રીતે ઇજિપ્તના અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે કોરોના વાઇરસ સામેની લડતમાં ભોગ આપનારા આરોગ્ય કર્મચારીઓના સમ્માનમાં પિરામિડ પર લાઇટ્સ કરવામાં આવી હતી.

જેમાં ઘરે રહો, સલામત રહો અને સુરક્ષિત રાખનારાઓનો આભાર તેમ સંદેશો લખવામાં આવ્યો હતો.

કોરોના વાઇરસથી ઇજિપ્તમાં 600થી વધુ લોકો અસરગ્રસ્ત છે અને 40 લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details