ગુજરાત

gujarat

બોરિસ જોન્સનને ઝટકો, સ્પીકરે બ્રેક્ઝિટ ઉપર પુનઃ મતદાન અટકાવ્યું

લંડન: રવિવારે બ્રિટેનના હાઉસ ઓફ કોમન્સના સ્પીકરના વડાપ્રધાન બોરિસ જોન્સને વિપક્ષને 'જિદ્દી બાળક' ગણાવ્યા છે. વિપક્ષી લેબર પાર્ટીએ જોનસનને ચેતવણી આપી છે કે પોતાની આ ગતિવિધિને લઈને તેને સંસદ અને સંભવત અદાલતના તિરસ્કારનો સામનો કરવો પડી શકે છે.

By

Published : Oct 22, 2019, 11:52 AM IST

Published : Oct 22, 2019, 11:52 AM IST

બોરિસ જોન્સનને ઝટકો,સ્પીકરે બ્રેક્ઝિટ ઉપર પુનઃ મતદાન અટકાવ્યું

બ્રેક્ઝિટ ડીલને પાસ કરાવવામાં એડી ચોટીનું જોર લગાવી રહેલા બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોન્સને ફરી એક વાર આઘાત સહન કરવાનો વારો આવ્યો છે. સંસદના સ્પીકર જોન બેર્કોઉએ બ્રેક્ઝિટ ડીલ પર વોટ લેવાના જોન્સનના પ્રયાસને અટકાવી દીધો છે. સોમવારે જોન્સન દ્વારા વધુ એક વાર બ્રેક્ઝિટ ડીલ પર મતદાનની માગણી કરી હતી જેને સ્પીકરે નકારી કાઢી હતી. મતદાન કરવાની માગણી કરતા જોન્સને સંસદમાં જણાવ્યું કે બ્રેક્ઝિટને પાસ કરવાનો હવે સમય આવ્યો છે. તેમણે સાંસદોને નવા બ્રેક્ઝિટ પ્લાનને ટેકો આપવાની અપીલ કરી હતી. ગૃહ બ્રેક્ઝિટ મુદ્દે કોઈ ચુકાદો આપે તેનો સિનિયર ટોરી જેનકીએ વિરોધ કર્યો હતો. સ્પીકર દર વખતે બધાને ખુશ ન કરી શકે તેવો સ્વીકાર કરતા તેમણે ટોણો માર્યો કે તમે કોઈ એક જૂથને કેટલીક વાર ખુશ કરી શકો તે અદ્ભુત છે. ગુસ્સે થયેલા સ્પીકરે જવાબમાં કહ્યું કે મારા નિર્ણય પર કોઈ ખેદ નથી.

31 ઓક્ટોબર સુધી કોઈપણ સ્થિતિમાં યૂરોપિયન સંઘથી બ્રિટન અલગ થઈ જશે. પરંતુ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સંસદમાં નવા કરાર પર બહુમત હાસિલ કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ યૂરોપીય કાઉન્સિલના અધ્યક્ષ ડોનલ્ડ ટસ્કને હસ્તાક્ષર વિનાનો પત્ર મોકલ્યો છે.

ABOUT THE AUTHOR

...view details