ગુજરાત

gujarat

ETV Bharat / international

ડોનાલ્ડ ટ્રમ્પના શીર્ષ સહાયક સ્ટીફન મિલર કોરોના સંક્રમિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શીર્ષ સહાયક સ્ટીફન મિલર પણ કોરોના વાઈસથી સંક્રમિત થયા છે.

Another Trump
Another Trump

By

Published : Oct 7, 2020, 12:13 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શીર્ષ સહાયક સ્ટીફન મિલર પણ કોરોના વાઈસથી સંક્રમિત થયા છે. વ્હાઈટ હાઉસમાં અત્યાર સુધીમાં 10 લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

કોરોના સંક્રમિત મિલરે જણાવ્યું કે, છેલ્લા પાંચ દિવસોથી હું સેલ્ફ આઈસોલેટ છુ અને બધાથી દુર કામ કરી રહ્યો છું. કાલ સુધી થયેલી તપાસમાં મને કોરોનાના કોઈ પણ લક્ષણો દેખાતાં ન હતા. પરંતુ આજે તપાસ કરાવતાં હું કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી થઈ અને હું આઈસોલેશનમાં છું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેલાનિયા પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ અગાઉ ટ્રમ્પની સહયોગી હોપ હિક્સ પણ કોરોનાથી પ્રભાવિત થઈ હતી. ટ્રમ્પને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જોકે સોમવારે તેમને ડિચાર્જ પણ કરી દેવાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details