- તાલિબાનનું સમર્થન કરનારા દેશો પર પ્રતિબંધ લગાવવાની તૈયારી
- અમેરિકાના 22 રિપબ્લિકન સીનેટરે બિલ રજૂ કર્યું
- તાલિબાનને પાકિસ્તાનના સમર્થનને લઇને વિદેશ પ્રધાન પાસે રિપોર્ટની માંગ
વૉશિંગ્ટન: અમેરિકા (America)ના 22 રિપબ્લિકન સીનેટર (Republican Senators)ના એક જૂથે મંગળવારના અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન પર અને તેનું સમર્થન કરનારી તમામ વિદેશી સરકારો પર પ્રતિબંધ લગાવવાની જોગવાઇવાળું એક બિલ રજૂ કર્યું. 'અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝ્મ, ઓવરસાઇટ એન્ડ એકાઉન્ટેબિલિટી એક્ટ' (Afghanistan Counter Terrorism Oversight And Accountability Act)ને સીનેટર જીમ રિશે રજૂ કર્યું.
શું છે આ બિલ?
બિલ 2001-2020ની વચ્ચે તાલિબાન (Taliban)ને સમર્થન આપવામાં પાકિસ્તાનની ભૂમિકા, જેના કારણે અફઘાનિસ્તાનની સરકાર પડી;સાથે જ પંજશીર ઘાટી તથા અફઘાન પ્રતિકાર વિરુ્ધ તાલિબાનના હુમલામાં પાકિસ્તાનના સમર્થન વિશે વિદેશ પ્રધાન પાસે એક રિપોર્ટની માંગ કરે છે.
અમેરિકા માટે એક નવા આતંકવાદનો ખતરો
જીમ રિશે બિલ રજૂ કર્યા બાદ કહ્યું કે, "અમે અફઘાનિસ્તાનથી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન વહીવટીતંત્રની અવિચારી વાપસીના ગંભીર પ્રભાવો પર ધ્યાન આપવાનું ચાલું રાખીશું. ન જાણે કેટલાય અમેરિકાના નાગરિકો અને અફઘાન સહયોગીઓને અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખતરાની વચ્ચે છોડી દેવામાં આવ્યા. આપણે અમેરિકાની વિરુદ્ધ એક નવા આતંકવાદી ખતરાનો સામનો કરી રહ્યા છીએ. તો અફઘાન છોકરીઓ અને મહિલાઓના અધિકારોના હનન કરતા તાલિબાન ખોટી રીતે સંયુક્ત રાષ્ટ્રથી માન્યતા ઇચ્છે છે."
તાલિબાનને મદદ કરનારાઓ પર પ્રતિબંધની માંગ
બિલમાં આતંકવાદનો સામનો કરવા, તાલિબાન દ્વારા કબજો કરવામાં આવેલા અમેરિકન ઉપકરણોનું નિકાલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન તથા આતંકવાદ ફેલાવવા માટે રહેલા અન્ય જૂથો પર પ્રતિબંધ અને માદક પદાર્થોની તસ્કરી તથા માનવ અધિકારોના હનને રોકવા માટે રણનીતિઓની જરૂરિયાતની માંગ કરવામાં આવી છે. આમાં તાલિબાન પર અને સંગઠનનું સમર્થન કરનારી તમામ વિદેશી સરકારો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.