ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકામાં ટ્રમ્પના લીગલ ઇમિગ્રેશનના પ્રતિબંધને જો બાઈડને હટાવ્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ બેરોજગારી સામે લડવા માટે માર્ચ 2021 સુધી ગ્રીન કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્રમ્પના આ નિર્ણયને રદ કરી દીધો છે અને ગ્રીન કાર્ડ પરથી પ્રતિબંધ પણ હટાવી દીધો છે.

અમેરિકામાં ટ્રમ્પે લીગલ ઇમિગ્રેશનના પ્રતિબંધને જો બાઈડને હટાવ્યો
અમેરિકામાં ટ્રમ્પે લીગલ ઇમિગ્રેશનના પ્રતિબંધને જો બાઈડને હટાવ્યો

By

Published : Feb 25, 2021, 5:19 PM IST

  • ટ્રમ્પે માર્ચ 2021 સુધી ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ લગાવ્યો હતો
  • બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ નિર્ણયને રદ કર્યા
  • ટ્રમ્પનો નિર્ણય કાયદેસર આવતા લોકોને રોકવા એ અમેરિકાના હિતમાં નહોતો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વૈશ્વિક મહામારી દરમિયાન ગ્રીન કાર્ડ પર લગાવાયેલા પ્રતિબંધને હટાવી દીધો છે. આ અંગે વકીલોનું કહેવું છે કે, આ નિર્ણય અમેરિકામાં કાયદેસર આવતા લોકોને રોકી રહ્યો હતો. બાઈડને કહ્યું, કાયદેસર આવતા લોકોને રોકવા એ અમેરિકાના હિતમાં નથી.

ટ્રમ્પનો નિર્ણય અમેરિકાના નુકસાનમાં હતોઃ બાઈડન

આ અંગે બાઈડને કહ્યું કે, આ નિર્ણયથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. જેમાં અમેરિકી નાગરિકો અથવા કાયદેસર સ્થાનિક નિવાસીઓના પરિવારના સભ્યોને અહીં તેમના પરિવારથી મળતા રોકવામાં આવી રહ્યું હતું. આ અમેરિકાના ઉદ્યોગોને પણ પ્રભાવિત કરે છે, જે વિશ્વભરના પ્રતિભાશાળી લોકોનો ભાગ છે. અમેરિકાના ઈમિગ્રેશન વકીલ સંઘના જણાવ્યા અનુસાર, આ આદેશથી મોટાભાગના ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ લગાવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details