ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકાના એક ઘરમાંથી મળી આવી 100થી વધુ બંદૂક, પોલીસ થઈ ચકિત

લૉસ એન્જેલસઃ ભારતમાં ગેરકાયદેસર હથિયાર રાખવો એક ગુનો બને છે, પરંતુ અમેરિકાના લોસ એન્જલસમાં એક ઘરમાંથી પોલીસે 100થી વધુ બંદૂકો જપ્ત કરી છે.

By

Published : May 9, 2019, 4:53 PM IST

અમેરિકામાં એક ઘરમાંથી 100થી વધુ બંદૂક મળી

લોસ એન્જેલસ પોલીસ વિભાગના અધિકારી જેક લીએ જણાવ્યું કે દારૂ, તમાકુ તથા વિસ્ફોટ બ્યૂરોના એજન્ટો અને લોસ એન્જેલસના પોલીસ વિભાગના કર્મચારીઓને ગેરકાનુની રીતે બંદૂક બનાવી તેનું વેચાણ કરતા 1 વ્યક્તિની વિરૂદ્ધ સર્ચ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સર્ચ ઓપરેશનમાંથી તે વ્યક્તિના ઘરમાંથી 50 વર્ષ જૂની બંદૂકો મળી આવી છે.

ખાનગી ન્યૂઝ ચેનલના રીપોર્ટ અનુસાર, એરિયલ ફૂટેજના હોલન્બી હિલ્સ સ્થિત એક ઘરના પ્રવેશ માર્ગ પર સેંકડો બંદુકો બહાર મુકવામાં આવી હતી. હથિયારોમાં પિસ્તોલથી લઇને રાઇફલ સુધી તમામ હથિયારો દેખાઇ રહ્યા છે. બ્યૂરોના પ્રવક્તા જિંજર કોલબ્રને એક લેખિત નિવેદન આપતાં જણાવ્યું કે, અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે, એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયારોનું કામ કરી રહ્યો છે. જ્યારે સર્ચ ઓપરેશનમાં ઘરમાંથી બંદૂક બનાવવા માટેના ઓઝારો અને સામાન જપ્ત કરવામાં આવ્યા છે. એક પોલીસકર્મીએ આ કાર્યવાહી બાબતે જણાવ્યું કે, મેં અત્યાર સુધી હથિયારનો આટલો મોટો જથ્થો નથી જોયો.

ભૂતકાળની વાત કરવામાં આવે તો એલએપીડીએ વર્ષ 2015માં એક ઘરમાંથી 1200 બંદૂકો, 7 ટન બારૂદ અને 2,30,000 નકલી ડૉલર જપ્ત કર્યા હતા. જ્યારે અત્યારના સમયની આ સૌથી મોટી જપ્તી માનવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details